કોવિડ સુનામી હેલ્થ સિસ્ટમને ધ્વસ્ત કરી દેશે: ડબ્લ્યુએચઓ

જિનીવા, કોરોના અને નવા વેરિઅંટ ઓમિક્રૉનના કેસ દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યા છે.વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી કે ઓમિક્રૉન અને ડેલ્ટા કોવિડ-૧૯ કેસની સુનામી પહેલેથી જ પોતાની ક્ષમતાથી વધુ કાર્ય કરી રહી છે. આરોગ્ય પ્રણાલીઓ પર વધુ દબાણ કરશે. આ કોરોનાની સુનામી વર્તમાન હેલ્થ સિસ્ટમને ધ્વસ્થ કરી શકે છે.
ડબ્લ્યુએચઓએ કહ્યુ છે કે ડેલ્ટા અને ઓમિક્રૉન બંને સાથે આવવાથી મુશ્કેલી વધી શકે છે. કોવિડ પૉઝિટિવ કેસોમાં ઝડપથી વધારો થયો છે જેનાથી હૉસ્પિટલમાં ભરતી થનારા અને તેનાથી થતા મોતમાં વધારો થયો.ડબ્લ્યુએચઓએ કહ્યુ કે ગયા સપ્તાહે વિશ્વ સ્તરે ૧૧ ટકાનો વધારો થયો હતો. વળી, સંયુક્ત રાજ્ય અમેરિકા અને ફ્રાંસ બંને દેશોમાં બુધવારે એક દિવસમાં રેકૉર્ડ કોવિડ પૉઝિટિવ કેસ સામે આવ્યા છે.
ડબ્લ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેસિયસે એક પત્રકાર સંમેલનમાં કહ્યુ, ‘હું અત્યાધિક ચિંતિત છુ કે ઝડપથી ફેલાતા ઓમિક્રૉન અને ડેલ્ટા એક જ સમયમાં આવવાથી કોરોનાની સુનામી આવી રહીછે. આ પહેલેથી જ થાકેલા આરોગ્યકર્મીઓ અને આરોગ્ય પ્રણાલીઓના પતનની કગાર પર અત્યાધિક દબાણ નાખી રહ્યુ છે અને આગળ પણ ચાલુ રાખશે.’
ડબ્લ્યુએચઓના પ્રમુખે કહ્યુ કે આરોગ્ય પ્રણાલીઓ પર દબાણ કોરોના વાયરસના દર્દીઓના કારણે હતુ એટલુ જ નહિ મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકર્તા પણ કોવિડથી બિમાર પડી રહ્યા હતા.
વળી, જે લોકોને વેક્સીન નથી લાગી તેમાં સંક્રમણથી મરવાનુ જાેખમ અનેક ગણુ વધુ છે.ડબ્લ્યુએચઓએ ૨૦૨૧માં કોવિડ-૧૯ સામેની લડાઈ પર વિચાર કર્યો અને આશા કરી કે આવતા વર્ષે મહામારીના તીવ્ર ચરણનો અંત થશે પરંતુ ચેતવણી આપી કે આ વધુને વધુ વેક્સીન ઈક્વિટી પર ર્નિભર કરશે.
ડબ્લ્યુએચઓ ઈચ્છતા હતા કે દરેક દેશમાં ૪૦ ટકા વસ્તીને વર્ષના અંત સુધીમાં સંપૂર્ણપણે રસી લગાવવામાં આવે અને ૨૦૨૨ના મધ્ય સુધી ૭૦ ટકા કવરેજનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.HS