Western Times News

Gujarati News

સંરક્ષણ મંત્રાલયે ૩૫૧ સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ લાદ્યો

નવીદિલ્હી, સંરક્ષણ મંત્રાલયે આર્ત્મનિભરતા અને સ્વદેશીકરણ તરફ વધુ એક પગલું ભર્યુ છે. સંરક્ષણ મંત્રાલયે ૩૫૧ સબસિસ્ટમ અને ઘટકોની આયાત પર પ્રતિબંધ મૂકયો હતો.અહેવાલ મુજબ, સંરક્ષણ મંત્રાલયે ૩૫૧ ઉપકરણોની નવી સૂચિ જાહેર કરી છે જેને આવતા વર્ષ ડિસેમ્બરથી શરૂ થતી સમયમર્યાદા હેઠળ આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે નહી. છેલ્લા ૧૬ મહિનામાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી આ ત્રીજી યાદી છે. દેશને સૈન્ય ઉપકરણોના ઉત્પાદન માટે કેન્દ્ર બનાવવાના ઉદેશ્યથી આ ર્નિણય લેવામાં આવ્યો છે.

પીટીઆઇએ નેતા અહેવાલમાં જણાવ્યું છે કે મંત્રાલયે દેશમાં ઉત્પાદિત ૨૫૦૦ વસ્તુઓની યાદી પણ જાહેર કરી છે તેમના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉપકરણો પહેલાથી જ સ્વદેશી છે. સંરક્ષણ ઉત્પાદનમાં આર્ત્મનિભરતા હાંસલ કરવા અને આયાત પર ર્નિભરતા ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય સતત આવા પગલાં લઇ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં ૩૫૧ આયાતી વસ્તુઓની સ્વેદશી બનાવવામાં આવશે.

નવી યાદીની સૂચના જારી કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે સૂચિમાં ઉલ્લેખિત વસ્તુઓ ભારતીય ઉદ્યોગો પાસેથી સૂચિત સમયરેખા અનુસાર જ ખરીદવામાં આવશે. સૂચના મુજબ,૧૭૨ ઘટકોના પ્રથમ સેટરની આયાત પરનો પ્રતિબંધ આવતા વર્ષ ડિસેમ્બરથી અમલમાં આવશે. જયારે ૮૯ ઘટકોના બીજા બેચની આયાત પરનો પ્રતિબંધ ડિસેમ્બર ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. એટલું જ નહી.

ડિસેમ્બર ૨૦૨૪ સુધી ૯૦ વસ્તુઓના અન્ય સેટની આયાત પર પ્રતિબંધ લાગુ રહેશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા પ્રતિબંધિત વસ્તુઓમાં લેસર વોર્નિગ સેન્સર, હાઇ પ્રેશર ચેક વાલ્વ, હાઇ પ્રેશર ગ્લોબ વાલ્વ, ઇન્ટ્રઝન ડિટેકશન સિસ્ટમ, વિવિધ પ્રકારના કેબલ, સોકેટસ અને ઓસીલેટરનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષ ઓગસ્ટમાં રક્ષા મંત્રાલયે જાહેરાત કરી હતી કે ભારત ૨૦૨૪ સુધીમાં ૧૦૧ હથિયારો અને મિલિટરી પ્લેટફોર્મ જેમ કે ટ્રાન્સપોર્ટ એરક્રાફટ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, કન્વેન્શનલ સબમરીન, ક્રુઝ મિસાઇલ અને સોનાર સિસ્ટમની આયાત સંપૂર્ણપણે બંધ કરી દેશેે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.