અયોધ્યા અને કાશીની જેમ હવે મથુરામાં પણ ભવ્ય મંદિર બનશેઃ મુખ્યમંત્રી યોગી

લખનૌ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર અને કાશીમાં વિશ્વનાથ ધામ મંદિર તૈયાર થઈ રહ્યા છે તો મથુરા-વૃંદાવન કેમ બાકી રહી જાય. ત્યાં પણ કામ ભવ્યતાની સાથે આગળ વધી ચૂકયુ છે. મુખ્યમંત્રીએ અમરોહાના હસનપુરમાં જન વિશ્વાસ યાત્રાનો પ્રારંભ કરતા આ વાત કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વ્રજ તીર્થ વિકાસ પરિષદની રચના કરાઈ ચૂકી છે, ત્યાં પણ ટુંક સમયમાં હિન્દુઓની આસ્થાને અનુરૂપ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે.યોગીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારોમાં વિકાસનો પૈસો દીવાલોમાં ચણવામાં આવતો હતો. હવે બધા જ કૌભાંડો ખુલ્લા પડવા લાગ્યા છે. પહેલા યુપીની ઓળખ દંગા પ્રદેશની હતી, હવે દંગાતી દૂર ગન્ના (શેરડી)નો પાક અહીં લહેરાઈ રહ્યો છે.
વિપક્ષો પર પ્રહારો કરતા યોગીએ કહ્યું હતું કે સપા, બસપા, અને કોંગ્રેસ માટે પોતાનો પરિવાર જ પ્રદેશ છે પણ ભાજપની નજરે પ્રદેશની ૨૫ કરોડ જનત જ તેનો પરિવાર છે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમે જીવન અને આજીવિકા બન્નેને બચાવ્યા છે. મુખ્યમંત્રીએ મફત તપાસ, ઉપચાર અને વેકિસનની સિધ્ધિ પણ વર્ણવી હતી.
યોગીએ જણાવ્યું હતું કે જે રાજયમાં કયારેક દંગાઈઓનું રાજ હતું ત્યાં હવે વિકાસની ગાડી પાટા પર દોડી રહી છે. ભાજપે ચૂંટણી પહેલા જે વાયદા કર્યા હતા તેને સત્તામાં આવ્યા બાદ કરી દેખાડયા છે.સંબોધન દરમિયાન યોગીએ કાંવડ યાત્રાનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કેસપા, બસપા કે કોંગ્રેસ સરકારમાં કાંવડ યાત્રા પર રોક લગાવવામાં આવતી હતી, પણ હવે આવુ કરવાની કોઈનામાં હિમ્મત નથી.HS