પ્લેટફોર્મ ટિકિટથી ટ્રેનમાં ચડી શકાય, ટ્રેનમાં ટિકિટ લેવી પડે
નવી દિલ્હી, જાે તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો આ ખબર તમારા ખુબ કામની હોઈ શકે છે. જાે તમારે કયારેય ઈમરજન્સીમાં ટ્રેનમાં મુસાફરી કરવાની આવે અને તમારી પાસે રિઝર્વેશન પણ ન હોય તો ગભરાવવાની જરૂર નથી. તમે રિઝર્વેશન વગર પણ ટ્રેનમાં મુસાફરી કરી શકો છો.
ભારતીય રેલવેના એક ખાસ નિયમ મુજબ જાે તમારી પાસે રિઝર્વેશન ન હોય અને તમારે ટ્રેનથી ક્યાંય જવું હોય તો તમે ફક્ત પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચડી શકાય છે. તમે ખુબ સરળતાથી ટિકિટ ચેકર પાસે જઈને ટિકિટ લઈ શકો છો.
આ નિયમ રેલવેએ જ બનાવ્યો છે. આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને તરત ટીટીઆઈનો સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ ટીટીઈતમારા ગંતવ્ય સ્થળ સુધીની ટિકિટ આપશે.
ભારતીય રેલવેના એક ખાસ નિયમ મુજબ જાે તમારી પાસે રિઝર્વેશન ટિકિટ ન હોય અને તમારે ટ્રેનથી જ મુસાફરી કરવાની હોય તો તમે પ્લેટફોર્મ ટિકિટના માધ્યમથી મુસાફરી કરી શકો છો. એટલે કે તમારે બસ પ્લેટફોર્મ ટિકિટ ખરીદવાની રહેશે અને તમારું કામ થઈ જશે. એકવાર ટ્રેનમાં ચડી ગયા બાદ તમારે ટિકિટ ચેકર પાસે જઈને ટિકિટ લઈ લેવાની છે. પ્લેટફોર્મ ટિકિટ એ વાતનો પુરાવો હશે કે તમે કયા સ્ટેશનથી તમારી મુસાફરી શરૂ કરી છે. તે મુજબ ટીટીઈતમારે જે સ્થળે જવાનું હશે તેની ટિકિટ આપી દેશે.
પ્લેટફોર્મ ટિકિટથી મુસાપરી કરવા બદલ તમારે ૨૫૦ રૂપિયા ચાર્જ આપવો પડશે. ટીટીઈતમારી પ્લેટફોર્મ ટિકિટ પ્રમાણે તમને ટિકિટ બનાવી આપે છે. જાે તમે તેમની પાસે જઈને ટિકિટ નહીં લો તો તમે ટિકિટ વગરના જણાશો અને ટિકિટ ચેકર તમારી પાસેથી જે પ્લેટફોર્મથી મુસાફરી શરૂ થઈ છે ત્યાંથી લઈને જ્યાં સુધી ટ્રેન જશે ત્યાં સુધીનો ચાર્જ કરી શકે છે. આવામાં તમારે પ્લેટફોર્મ ટિકિટથી મુસાફરી કરતી વખતે સાવધાની વર્તવાની જરૂરીયાત છે. આ પરંપરાગત ટિકિટના વિકલ્પના સ્વરૂપમાં હંમેશા ઉપયોગ કરવો જાેઈએ નહીં.
જાે તમારી ટ્રેન કોઈ કારણસર છૂટી ગઈ હશે તો ટીટીઈ ટીટીઈઆગામી બે સ્ટેશન સુધી તમારી સીટ કોઈને આપી શકશે નહીં. એટલે કે આગામી બે સ્ટેશનો પર તમે ટ્રેન કરતા પહેલા પહોંચીને તમારી સફર પૂરી કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે બે સ્ટેશન બાદ ટીટીઈઆરએસીટિકિટવાળા મુસાફરને સીટ આપી શકે છે. પરંતુ તમારી પાસે બે સ્ટેશનનો વિકલ્પ રહે છે.SSS