Western Times News

Gujarati News

૯ દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૧૦ ગણો વધારો

અમદાવાદ, દેશભરમાં કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો અહીં પણ પાછલા સમયમાં ૫૫૯ કેસ નોંધાયા હતા, જે પાછલા ૨૦૦ દિવસમાં સૌથી મોટો આંકડો હતો. જાે કે રવિવારના રોજ શહેરમાં ૩૯૬ કેસ નોંધાયા છે, એટલે કે કેસની સંખ્યામાં ૨૯ ટકા ઘટાડો નોંધાયો હતો. પાછલા ૨૪ કલાકમાં ૪૩ દર્દીઓને રજા આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં અત્યારે સક્રિય કેસની સંખ્યા ૨૦૦૦થી વધારે થઈ ગઈ છે.

અમદાવાદ શહેરમાં પાછલા છ મહિનામાં આ સૌથી વધારે સક્રિય કેસનો આંકડો છે. વિસ્તારપૂર્વક વાત કરીએ તો, ૨૬મી ડિસેમ્બરના રોજ શહેરમાં ૨૧૦ સક્રિય દર્દીઓ હતા. વર્તમાન આંકડાને ધ્યાનમાં રાખીને કહી શકાય કે પાછલા નવ દિવસમાં કેસની સંખ્યામાં ૧૦ ગણો વધારો થયો છે.

ગુજરાતમાં જેટલા સક્રિય કેસ છે તેમાંના ૪૭.૫ ટકા અમદાવાદથી છે. કુલ કેસનું વિશ્લેષણ કરવામાં આવે તો જાણવા મળે છે કે, શહેરના પૂર્વ વિસ્તારોની સરખામણીમાં પશ્ચિમ વિસ્તારોમાં સક્રિય કેસની સંખ્યા વધારે છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, ખાનગી હોસ્પિટલોમાં ૩૩ કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, રવિવારના રોજ આ સંખ્યા વધીને ૪૮ થઈ ગઈ.

આ પરથી કહી શકાય કે પાછલા ૨૪ કલાકમાં ૧૫ દર્દીઓ વધી ગયા. અહમદાબાદ ફેમિલિ ફિઝિશિયન્સ અસોસિએશનના સેક્રેટરી ડોક્ટર પ્રજ્ઞેશ જણાવે છે કે, સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, કફ હોય કે ન હોય, કોઈ પણ વ્યક્તિને જાે તાવ આવે, માથામાં દુખાવો થાય, ગળામાં ખારાશ હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, શરીરમાં દુખાવો થતો હોય, થાક લાગતો હોય અને ડાયેરિયા થઈ ગયો હોય તો તેમને કોવિડ-૧૯ના શંકાસ્પદ દર્દી માની લેવા જાેઈએ અને તેમને આરટી-પીસીઆર કરવાની સલાહ આપવી જાેઈએ.

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના હેર સલૂન અને બ્યૂટી પાર્લરને ઓમિક્રોન મુક્ત રાખવા માટે કોવિડ ગાઈડલાઈન સંપુર્ણપણે લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્‌વીટ કરાયેલ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હેર સલૂન અને બ્યૂટી પાર્લરમાં ક્ષમતાના ૫૦ ટકા ગ્રાહકોને જ પ્રવેશ આપવામાં આવશે. સાથે જ કર્મચારીઓને રસીના બંને ડોઝ મુકાવી લેવા, માસ્ક તથા હાથમોજા પહેરી રાખવા માટેના આદેશ કરાયા હતા. તેમજ સલૂન અને પાર્લરના માલિકોને ગ્રાહકો માટે સેનેટાઈઝરની વ્યવસ્થા ગોઠવવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.