Western Times News

Gujarati News

જેતલપુર ખાતે ૧૫ થી ૧૮ વયજૂથના બાળકોના રસીકરણ કરવામાં આવ્યું

અમદાવાદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વયજૂથના બાળકોના રસીકરણ અભિયાનનો પ્રારંભ

સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને રસીકરણથી રક્ષણ મળી રહે તે માટે આજથી સમગ્ર રાજ્યમા 15 થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેક્સીનેશન   અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

તે અંતર્ગત અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના જેતલપુર ખાતે એમ.પી.પંડયા હાઈસ્કૂલમા ૪૩૬  કરતા વધારે બાળકોનું રસીકરણ માટે રજીસ્ટ્રેશન થયું હતું અને અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલભાઈ ધામેલિયાની  ઉપસ્થિતિમા વિધાર્થીઓનું ક્રમશઃ રસીકરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કુલ ૧,૦૫,૫૭૮ જેટલા બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.અને ૧૫ થી ૧૮ ની વયજૂથના બાળકો વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવીને અથવા પોતાની શાળામાં,

ગામના પ્રાથમિક  અથવા સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા નજીકના કોઈપણ વેકસિનેશન સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવીને નિઃશુલ્ક વેક્સિન લઈ શકશે એવુ આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને રસીકરણથી રક્ષણ મળી રહે તે માટે આજથી તા.3જાન્યુઆરીથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૫ થી ૧૮ની વયના બાળકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

વેક્સિનેશન અંગે જોવા મળેલી જાગૃતિ  અને  ઉત્સાહને વેગ આપતાં હવે અમદાવાદ જિલ્લાના  ૯ તાલુકાઓમાં ૪૦ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો અને ૦૯જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્રની ૧૮૫ જેટલી સેશન સાઈટ પરથી ૧૫ થી ૧૮ની વય જૂથના બાળકોને વિનામૂલ્યે વેક્સિનમાં આવરી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કુલ ૧,૦૫,૫૭૮ જેટલા બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. ૧૫ થી ૧૮ ની વયજૂથના બાળકો  રજીસ્ટ્રેશન કરાવીને અથવા સ્થળ પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવીને નજીકની શાળા અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી જઈને વેક્સિન લઈ શકશે એવુ આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.