દિશા પટણીએ બિકીની પહેરી દરિયામાં એન્જોય કર્યુ
મુંબઇ, બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણીનો સોશિયલ મીડિયા પર અલગ જ અંદાજ છે. તેના વીડિયો અને ફોટો શેર થતા જ વાયરલ થઈ જતા હોય છે. દિશા પટણીએ એક વાર ફરી પોતાની બે તસવીરો શેર કરી છે. એક્ટ્રેસની બિકીનીવાળી આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે અને કોમેન્ટ કરી રહ્યા છે.
દિશા પટણી હાલ જ માલદીવસના વેકેશન પરથી પરત ફરી છે અને ત્યાંની તસવીરો શેર કરી રહી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે. દિશા પટણી બિકીની પહેરીને માલદીવના વાદળી પાણીમાં એન્જાેય કરતા નજરે પડી રહી છે. એક્ટ્રેસની આ તસવીરો પર એક ફેને લખ્યું કે, જલપરી.
એક અન્ય ફેને લખ્યું કે, વોટર બેબી. આ રીતે તમામ ફેન્સે કોમેન્ટ કરી છે. મહત્વનું છે કે, દિશા પટણીએ આ જ ડ્રેસમાં પોતાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો. વીડિયોમાં તે બિકીની પહેરીને દરિયામાં એન્જાેય કરતી નજરે પડી રહી છે. દિશા પટણીનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ પડ્યો હતો. દિશા પટણીએ પોતાના સોશિયલ મીડિયા પર બિકીની પહેરીને કેટલીક એવી બોલ્ડ તસવીરો શેર કરી છે કે જેમાં તે ખૂબ જ સુંદર અને બોલ્ડ પણ લાગી રહી છે. તે માલદીવમાં વેકેશન મનાવા ગઈ હતી ત્યારે આ ફોટો પાડ્યો હતો. એના ફોટા સામે આવ્યા બાદ ઈન્ટરનેટનું વાતાવરણ ગરમાયુ છે.
દિશાએ સ્ટ્રેપલેસ બિકીની તો પહેરી હતી, તેમાં ડીપ વી કટ તેના લૂકમાં વધારો કરી રહ્યો છે. આ બિકીની ટોપ સાથે તેણે બ્લૂ એન્ડ વાઈટ ચેક પ્રિન્ટવાળા શ્રગને પોતાના શોલ્ડર પર રાખ્યું હતું. જે શીયર ફેબ્રિકનું કાપડ હતુ. વર્ક ફ્રંટની વાત કરીએ તો દિશા પટણી હાલ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં સલમાન ખાન સાથે નજરે પડી હતી. હવે દિશા પટણી એકતા કપૂરન ફિલ્મ કેટીના અને મોહિત સૂરીની ફિલ્મ એક વિલન-૨માં નજરે પડશે.SSS