Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં 10 સ્પેશિયલ રૂમો તૈયાર કરાયા

સરકારી હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલની અનુભૂતિ કરાવતી સુવિધા:

દર્દીઓની જરૂરિયાત પ્રમાણે આગામી સમયમાં સિવિલ કેમ્પસમાં વધુ સ્પેશિયલ રૂમ કાર્યરત કરવામાં આવશે : મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ આરોગ્ય સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ.

1200 બેડમાં કાર્યરત થયેલ 10 સ્પેશિયલ રૂમમાં તમામ રૂમ ઓક્સિજનની સુવિધા સાથેના છે. જેમાં જરૂર જણાયે ગણતરીની મિનીટોમાં વેન્ટિલેટરની પણ સુવિધા ઉપલબ્ધ થઇ શકે તે પ્રકારનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ રૂમોને આઇ.સી.યુ.માં પરિવર્તિત કરી શકાય તે પ્રકારની પણ વ્યવસ્થાને હાથ ધરીને નિર્માણ કરવામાં આવ્યું છે.

સરકારી હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલની સેવા-સુવિધાની પ્રતિતી કરાવતો આ અભિગમ દર્દીઓની જનસુખાકારીમાં વધારો કરશે.

સારવાર દરમિયાન આક્સમિક પરિસ્થિતિમાં અલાયદી સારવાર અથવા સ્પેશિયલ સારવારની જરૂરીયાત ધરાવતા દર્દીઓ માટે ખૂબ જ નજીવા દરે સ્પેશિયલ રૂમની સુવિધા ઉભી કરવામાં આવી છે.

આગમી સમયમાં દર્દીઓની જરૂરિયાત પ્રમાણે સિવિલ કેમ્પસમાં વધુ નવા સ્પેશિયલ રૂમ આધુનિક સુવિધાઓ થી સજ્જ કાર્યરત કરવામાં આવશે તેમ આરોગ્ય મંત્રી શ્રી એ જણાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.