Western Times News

Gujarati News

મહેસાણા જિલ્લામાં કિશોરો માટે કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો વિષ્ણું પટેલ

મહેસાણા, રાજય સરકાર દ્વારા ૩ જી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષા ક્વચ પુરૂ પાડવા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશની પ્રેરણા અને માર્ગદર્શનથી ૧૫ થી ૧૮ વય જૂથના ૩૦,૦૦૦ બાળકોને અંદાજિત ૨૨૬ શાળા ખાતે વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવેલ છે.

આ અભિયાન અંતર્ગત બેચરાજીમાં ૧૨ શાળાઓમાં ૧૧૦૫ કિશોરો,જાેટાણામાં ૧૧ શાળાઓના ૧૪૭૫ કડીમાં ૩૨ શાળાઓના ૩૮૦૨ કિશોરો,ખેરાલુની ૧૮ શાળાઓના ૨૩૭૧ કિશોરો,મહેસાણાની ૪૯ શાળાઓના ૬,૩૬૫ કિશોરો,સતલાસણાની ૮ શાળાઓના ૧૪૧૬ કિશોરો,ઊંઝા તાલુકાની ૨૨ શાળાઓના ૨૧૮૬ કિશોરો, વડનગર તાલુકાની ૨૪ શાળાઓના ૨૮૨૧ કિશોરો સહિત વિજાપુર તાલુકાની ૨૮ શાળાઓના ૨૭૮૭ કિશોરો,વિસનગર તાલુકાની ૨૨ શાળાઓના ૫,૭૪૭ કિશોરોને પ્રથમ દિવસે રસી આપવાનું આયોજન કરાયું હતું, ૧૫ થી ૧૮ વર્ષના કિશોરો માટેના રસીકરણ અભિયાનનો જિલ્લા આરોગ્ય અધિકારી ડો વિષ્ણું પટેલે પ્રારંભ કરાવ્યો હતો,.

અત્રે ઉલ્લેખનીય છેકે આગામી પાંચ દિવસમાં ૧૫ થી ૧૮ વર્ષના અંદાજિત ૧,૧૦,૦૦૦ બાળકોને ૦૭ જાન્યુઆરી સુધી ૯૩૫ સેશન સાઈટ ખાતે રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં ૦૮ અને.૦૯ જાન્યુઆરીના ના રોજ બાકી રહી ગયેલ તથા શાળા એ ન જતા બાળકોને રસીથી સુરક્ષિત કરવાનું આયોજન કરાયું છે.

જિલ્લામાં તાલુકા પ્રમાણે બેચરાજી -૩૭૫૩,જાેટાણા -૨૫૭૫, કડી -૧૮૩૨૩,ખેરાલુ-૭૦૯૯, મહેસાણા – ૨૬૯૧૮, સતલાસણા -૫૨૧૨,ઊંઝા -૭૬૬૪, વડનગર -૮૬૨૨, વિજાપુર -૧૧૬૯૮, વિસનગર -૧૨૨૬૧ને રસીકરણથી સુરક્ષિત કરવામાં આવનાર છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો વિષ્ણું પટેલે જણાવ્યું કે ભારત સરકારની સુચના મુજબ આજથી ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જુની પેઢીની સરખામણીએ નવી પેઢી વિજ્ઞાનને વધુ સારી રીતે સમજે છે એટલે આ રસીકરણ અભિયાનમાં બહુ ઉત્સાહથી તમામ શાળાના બાળકોએ ભાગ લીધો છે. તેમણે કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે આ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત આગામી તા.૧૦ જાન્યુઆરી-૨૦૨૨ પછી જિલ્લામાં ૨૨૩૪૭ , હેલ્થ વર્કરો,૬૦ વર્ષથી વધુ ઉંમરના ૧૮૬૧૬ મળી કુલ ૪૦૯૬૩ સહિત ૪૫ થી ૫૯ વર્ષના ૭૩૩ કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને બુસ્ટર ડોઝ આપવા પણ આરોગ્ય તંત્ર ધ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. આ પ્રસંગે કોરોના રસીકરણ અભિયાનના આરોગ્ય વિભાગના અધિકારીઓ, શાળાના આચાર્યશ્રીઓ અને સ્ટાફ તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.