Western Times News

Gujarati News

લીંબડીના ગૌરક્ષકોએ ૧૦૦ કિલો ગૌમાંસ સાથે ૨ શખ્સોને ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર, લીંબડી હાઈવે પરથી જીવદયા પ્રેમીઓએ રાજકોટથી અમદાવાદ તરફ લઈ જવાતાં ગૌમાંસના જથ્થા સાથે ૨ શખ્સો ઝડપી પાડ્યા હતા. ગૌમાંસની હેરાફેરી કરતા પકડાયેલા બન્ને ઈસમોને પોલીસ હવાલે કરી દેવામાં આવ્યા હતા.

રાજકોટથી અમદાવાદ તરફ કાર દ્વારા મોટી માત્રામાં ગૌમાંસના જથ્થાની હેરાફેરી કરાતી હોવાની બાતમી મનોજ બારીયાએ લીંબડીના ગૌરક્ષકોને આપી હતી. સુરેન્દ્રનગર વર્ધમાન જીવદયા પરિવાર ટ્રસ્ટ ઉપપ્રમુખ રઘુભાઈ ભરવાડ, વિજયભાઈ ભરવાડ, વનાભાઈ ભરવાડ, ઘનશ્યામભાઈ પગી, મુન્નાભાઈ ભરવાડ, દેવરાજભાઈ ભરવાડ સહિતના લીંબડી માર્કેટીંગ યાર્ડ પાસે વહેલી સવારે ૪ વાગ્યે વોચ ગોઠવી બેઠા હતા. બાતમીવાળી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે કાર ભગાડી દીધી હતી. ગૌરક્ષકોએ કારનો પીછો કરવાનો શરૂ કર્યો હતો.

લીંબડી હાઈવે પરના શિયાણી સર્કલ નજીક કાર મૂકીને ઉસ્માનમોહંમદ ગુલ્ફામમોહમંદ સૈફી અને ઈમરાન રિયાઝ સૈફીએ ભાગવાની કોશિશ કરી હતી. ગૌરક્ષકોની ટીમે કારમાં સંતાડેલા ૧૦૦ કિલો ગૌમાંસ સાથે બન્ને શખ્સોને ઝડપી પાડ્યા હતા. ગૌમાંસની હેરાફેરી કરતા પકડાયેલા બન્ને ઈસમોને પોલીસ હવાલે કરી દેવામાં આવ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.