Western Times News

Gujarati News

5 મહિના બાદ ફરી ધમધમવા લાગ્યા માસ્કના મશીનો

Files Photo

ગાંધીનગર,  હાલ કોરનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોને માથું ઉંચક્યું છે અને ઘણાં રાજ્યોમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાત સહિતનાં રાજ્યોમાં દિવસે ને દિવસે હવે કોરોનાના કેસ વધી રહ્યા છે.

હાલ રાજ્યમાં 1000થી વધુ નવા કેસો નોંધાયા છે, ત્યારે છેલ્લા કેટલાક મહિનાથી બંધ પડેલા માસ્કનું ઉત્પાદન કરતાં મશીનો ફરી ધમધમવા લાગ્યાં છે. 10 દિવસથી માસ્કનું ઉત્પાદન ફરીથી વધવા લાગ્યું છે. અને હાલ રાજ્યભરમાં દૈનિક 80 લાખથી વધુ માસ્કનું ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે બીજી લહેર દરમિયાન 1 કરોડ માસ્કનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જુલાઈ બાદ માસ્કનું ઉત્પાદન ઘટીને સરેરાશ 40-50 લાખ રહ્યું હતું. આમ, જુલાઈની તુલનાએ હાલ માસ્કનું ઉત્પાદન ડબલ થઈ ગયું છે.

કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન જ્યારે કોરોના પીક પર હતો ત્યારે લોકો પ્રોટોકોલનું પાલન કરતા હતા, પરંતુ જેવા કોરોનાના કેસ ઘટવા લાગ્યા કે લોકોએ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યું અને ત્રીજી લહેર આવી ગઈ. આ સાથે જ હવે ફરી એકવાર લોકોને માસ્ક યાદ આવ્યાં છે. છેલ્લા પાંચ મહિનાથી માસ્ક ઉત્પાદનનાં મશીન બંધ હતાં અથવા તો મર્યાદિત માત્રામાં જ ઉત્પાદન થઈ રહ્યું હતું, ત્યાં હવે પુરજોશમાં ફરીથી ઉત્પાદન શરૂ થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.