Western Times News

Gujarati News

દાહોદમાં મજૂરી કામ કરતા પરિવારનું બે વર્ષનું બાળક કોરોના સંક્રમિત થયું

One child goes missing every eight minutes

પ્રતિકાત્મક

દાહોદ, રાજયમાં હાલ સતત કોરોના કેસમાં વધારો થતો જાેવા મળી રહ્યો છે . ગયાં વર્ષે જ કોરોનાની બીજી લહેર પ્રમાણે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેના લીધે ચિંતા પણ વધી રહી છે. આવામાં લોકોને સચેત રહેવા અને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં વધતા કેસો વચ્ચે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે કે જેમાં ૨ વર્ષના બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઘટના દાહોદની છે.

મળતી વિગતો પ્રમાણે મજૂરી કામ કરતા પરિવારના બે વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને સતત ઝાડા-ઉલ્ટી ચાલુ રહેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, આ દરમિયાન બાળકનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં સતત વધતા કેસ વચ્ચે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ચિંતાનો વધારો થયો છે.

મહત્વનુ છે કે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૬૯કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી વધુ ૫૫૯કેસ વડોદરામાં ૬૧, આણંદમાં ૩૯કેસ, સુરતમાં ૧૫૬ , રાજકોટમાં ૪૧ કોરોનાના કેસ ખેડામાં ૩૯ વલસાડમાં ૨૧ અને નવસારીમાં ૯ નોંધાયા છે .જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું છે .રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો ૮,૩૨,૩૧૧ પર પહોચ્યો છે . જયારેરાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા ૮,૧૮,૭૫૫ને આસપાસ થઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.