મુંબઈનાં ઓલરાઉન્ડર શિવમ દુબે અને ટીમનાં વીડિયો વિશ્લેષક કોરોના પોઝિટિવ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/Dube-1024x1024.jpg)
મુંબઇ, દુનિયાભરમાં કોરોનાવાયરસનાં મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આ મહામારીએ ક્રિકેટ જગતને પણ અસર કરી છે.હવે કોરોનાની એન્ટ્રી ભારતીય ક્રિકેટમાં પણ થઇ ગઇ છે.
મુંબઈનાં ઓલરાઉન્ડર શિવમ દુબે અને ટીમનાં વીડિયો વિશ્લેષક કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવી રહ્યુ છે. દુબેની જગ્યાએ સાઈરાજ પાટીલને મુંબઈની ૨૦ સભ્યોની રણજી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુંબઈ ટીમના સૂત્રોએ જણાવ્યું હતું કે, “હા, બે સભ્યોનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને દુબેની જગ્યાએ હવે સાઇરાજ પાટીલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.”
શિવમ દુબેએ ભારત માટે અત્યાર સુધીમા ં એક વનડે અને ૧૩ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. મહારાષ્ટ્ર અને દિલ્હી સામેની મેચો માટે ૨૮ વર્ષીયને મુંબઈની પ્રારંભિક ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંગાળ ટીમનાં ૬ ખેલાડીઓ અને એક સ્ટાફ મેમ્બર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અનુસ્તુપ મજુમદાર, સુદીપ ચેટર્જી, કાઝી જુનૈદ સૈફી, ગીત પુરી, પ્રદિપ્તા પ્રામાણિક અને સુરજીત યાદવ સહિત ટીમની સાથે સહાયક કોચ સૌરશીષ લાહિરીને પણ ચેપ લાગ્યો હોવાના અહેવાલ છે.
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળનાં સેક્રેટરી સ્નેહાશીષ ગાંગુલીનાં જણાવ્યા અનુસાર, સીએબી આ તમામ બાબતોમાં સાવચેતી રાખી રહ્યું છે અને જરૂરી પગલાઓ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. ગાંગુલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્રવર્તમાન મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, બંગાળનાં ક્રિકેટ એસોસિએશને સુરક્ષાનાં પગલા તરીકે બંગાળનાં તમામ ક્રિકેટરોનાં આરટીપીસીઆર ટેસ્ટ કર્યા હતા.”HS