Western Times News

Gujarati News

જે દિવસથી સમાજવાદનો સંપૂર્ણ અમલ થશે તે દિવસથી રામરાજ્યની શરૂઆત થશે: અખિલેશ

લખનૌ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે દાવો કર્યો છે કે ભગવાન કૃષ્ણ દરરોજ રાત્રે સપનામાં આવે છે અને કહે છે કે યુપીમાં સમાજવાદી સરકાર બનવા જઈ રહી છે. તેમણે કહ્યું કે ભાજપ વારંવાર રામ રાજ્યની વાત કરે છે પરંતુ વાસ્તવમાં સમાજવાદનો માર્ગ રામ રાજ્યનો માર્ગ છે. જે દિવસથી સમાજવાદનો સંપૂર્ણ અમલ થશે તે દિવસથી રામરાજ્યની શરૂઆત થશે.

યુપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે લખનૌમાં ભગવાન પરશુરામના નવનિર્મિત મંદિરમાં દર્શન કર્યા પછી સમાજવાદી વિજય યાત્રાના ૧૦મા તબક્કાને આગળ ધપાવ્યું. મુખ્યમંત્રી યોગી પર નિશાન સાધતા સપા પ્રમુખે કહ્યું કે, “જે વ્યક્તિની વિરુદ્ધ તમામ ગંભીર કલમોમાં કેસ નોંધવામાં આવ્યા હતા, ભાજપે તેમને મુખ્યમંત્રી બનાવ્યા.

આ પહેલા ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મથુરાથી વિધાનસભા ચૂંટણી લડવાની માંગ કરી છે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને બ્રજ ક્ષેત્રના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને યોગી આદિત્યનાથને શ્રી કૃષ્ણના શહેરથી વિધાનસભા ચૂંટણી લડવાની માંગ કરી છે.

યોગી આદિત્યનાથના આગામી વિધાનસભા ચૂંટણી લડવાના સવાલ પર અખિલેશ યાદવે કહ્યું કે જ્યારે તેઓ જનતાની વચ્ચે જશે ત્યારે તેમને પૂછવામાં આવશે કે રોજગાર આપવા અને ખેડૂતોની આવક બમણી કરવા સહિતના તમામ વચનો કેમ પૂરા ન થયા.

તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, “દરેક વ્યક્તિએ જાણવું જ જાેઈએ કે જ્યારે દીકરો પરીક્ષા પાસ કરી શકતો નથી, ત્યારે ક્યારેક માતા-પિતા અને કાકાઓ પણ ત્યાં કોપી કરાવવા જાય છે. અમારા બાબા મુખ્યમંત્રીને નાપાસ કરી ચૂક્યા છે. હવે તેમની પાસે પાસ નથી. અને જેઓ આવે છે. તેને પાસ કરાવવા માટે, તેઓ પણ પાસ થઈ શકશે નહીં.”HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.