Western Times News

Gujarati News

જીએનજીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર તરીકે પહેલી વખત મહિલાની નિમણૂંક

નવીદિલ્હી, ભારતની દિગ્ગજ કંપનીઓ પૈકીની એક જીએનજીસીની કમાન પણ હવે એક મહિલાના હાથમાં સોંપવામાં આવી છે. કંપનીના એચઆર ડાયરેક્ટર અલકા મિત્તલને કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.પહેલી વખત એવુ બન્યુ છે કે,જીએનજીસીના સર્વોચ્ચ પદ પર કોઈ મહિલાની નિમણૂંક થઈ છે.

જીએનજીસીમાં ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધી ફુલ ટાઈમ ચેરમેનની નિમણૂંક થઈ રહી નથી.જાેકે હવે ચેરમેન અને મેનેજિંગ ડિરેકટરનો ચાર્જ અલકા મિત્તલને સોંપવામાં આવ્યો છે. તેમણે ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે અને હ્યુમન રિસોર્સ વિષય સાથે એમબીએ પણ કર્યુ છે.કોમર્સ અને બિઝનેસ સ્ટડીઝમાં ડોકટરેટની પદવી પણ મળી છે.

અલકા મિત્તલે ટ્રેની તરીકે ૧૯૮૫માં જીએનજીસી જાેઈન કરી હતી અને તે પછી એક પછી એક પ્રમોશન મેળવીને ૨૦૧૮થી એચઆર વિભાગના ડાયરેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ પહેલા અરુંધતી ભટ્ટાચાર્યે પણ દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનુ ચેરમેન પદ સંભાળ્યુ હતુ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.