Western Times News

Gujarati News

દિલ્હી, મુંબઇ, ઓરિસ્સા, પંજાબ અને પશ્ચિમ બંગાળ: શાળા અને કોલેજાેમાં ઓફલાઇન શિક્ષણ બંધ

પ્રતિકાત્મક

જાે કે શાળાઓ બંધ કરવા અંગે હજી સુધી કોઇ અધિકારીક ર્નિણય લેવામાં આવ્યો નથી, બોર્ડની પરીક્ષા પણ મોડી થશે

અમદાવાદ,  ગુજરાત સહિત સમગ્ર દેશમાં જ્યારે કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં ડેલ્ટા ઉપરાંત ઓમિક્રોન વેરિયન્ટનાં કિસ્સાઓમાં પણ ખુબ જવધારો થઇ રહ્યો છે. તેવામાં દિલ્હી, મુંબઇ, ઓરિસ્સા, પંજાબ અને પશ્ચિમ બંગાળ દ્વારા પણ શાળા અને કોલેજાેનાં અલગ અલગ ધોરણોના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.

આ રાજ્યોમાં તમામ ઓફલાઇન શૈક્ષણિક એક્ટિવિટી અટકાવી દેવામાં આવી છે. જેમાં શાળા સ્તરથી માંડીને કોલેજ સ્તરનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં ન માત્ર ઓફલાઇન શિક્ષણ પરંતુ શૈક્ષણીક પ્રવૃતિઓ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાે કે મેડિકલ અને નર્સિંગ કોલેજાેની કામગીરી યથાવત્ત રહેશે.

સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાના રોજિંદી રીતે ૩૭૩૭૯ કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે. જેના કારણે જે પૈકી ૧૮૯૨ કેસ માત્ર અને માત્ર ઓમિક્રોનનાં નોંધાયેલા છે. જે પૈકી મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૫૬૮ કેસ નોંધાયા છે. ત્યાર બા દિલ્હીમાં ૩૮૨ અને કેરાળામાં ૧૮૫ કેસ નોંધાયા છે.

તેવામાં સીબીએસઇ દ્વારા પણ પોતાની પરીક્ષાઓ લંબાવવામાં આવી છે. આ પરીક્ષાઓ માર્ચ -એપ્રીલ ૨૦૨૨ દરમિયાન આયોજીત થશે. તેની તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. જાે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપરાંત બિહારના બોર્ડ દ્વારા પહેલાથી જ બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં પણ શાળાઓ બંધ કરવામાં આવે તેવી માંગ કેટલાક વાલીઓ કરી રહ્યા છે. જાે કે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આ અંગે અગાઉ જ સ્પષ્ટતા કરી ચુક્યાં છે કે, વાલીઓ ઇચ્છે તો ઓનલાઇન અભ્યાસ કરાવી શકે છે. જાે કે શાળાઓ બંધ કરવા અંગે હજી સુધી કોઇ અધિકારીક ર્નિણય લેવામાં આવ્યો નથી.

હાલ રાજ્યમાં એવી કોઇ કોરોનાની સ્થિતિ પણ નથી તેવામાં શાળાઓ બંધ કરવી યોગ્ય નથી. પરંતુ જાે વાલી ઇચ્છે તો બાળકને ઓનલાઇન અભ્યાસ કરાવી શકે છે. આ ઉપરાંત શાળાઓને પણ ટકોર કરી કે તેઓ ઓફલાઇન અભ્યાસક્રમનો આગ્રહ ન રાખે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં અનેક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ અનેક શાળાઓ બંધ કરવામાં આવી છે. તંત્ર દ્વારા જાે કે કોરોનાના વધારે કેસ આવ્યા હોય તેવી જ શાળાઓ બંધ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.