Western Times News

Gujarati News

ઊર્જા વિભાગ દ્વારા કરાતી ભરતીમાં કૌભાંડ થયાનો આક્ષેપ

યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો થયો

અમદાવાદ ,  વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ધડાકો કર્યો છે. તેમણે ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે.

તેમણે જણાવ્યું હતું કે આજરોજ જે પરીક્ષા ચાલી રહી છે તેના સ્પષ્ટીકરણ અને કૌભાંડ આચરવામાં આવ્યું છે તેના પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વિગતવાર માહિતી આપીને અનેક મોટા ખુલાસા કર્યા છે. યુવરાજસિંહે કૌભાંડમાં ધનસુરાના અવધેશ પટેલ મુખ્ય આરોપી હોવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે અમારી ટીમને કોઈ જાતિ, જ્ઞાતિ, વ્યવસાય કે અધિકારીઓ પ્રત્યે કોઈ રોગદ્રેષ નથી. અમે ફક્તને ફક્ત વિદ્યાર્થીઓના હિતમાં રાખીને અમે રજૂઆત કરીએ છીએ. છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે.

જેની ક્ષતિઓ બહાર લાવવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આજે રાજ્યમાં જે પરીક્ષા ચાલી રહી છે, તેમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. યુવરાજ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લાં ૩ વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચરવામા આવ્યા છે. અત્યારે અલગ અલગ કેન્દ્રો પર ભરતી ચાલી રહી છે.

યુવરાજ સિંહે ઉર્જા વિભાગની વિવિધ ભરતીઓમાં જે કૌભાંડોનો આરોપ લગાવ્યો છે, તેનો લાભ ધવલ પટેલ, કૃસાંગ પટેલ, હિતેશ પટેલે લીધો હોવાનું જણાવ્યું છે. આ સાથે તેમણે તમામ સ્પર્ઘાત્મક પરીક્ષાઓની તપાસ કરવા એસઆઈટીની રચના કરવા જણાવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે તેમાં એક જ સિકવન્સમાં એક સરખા માર્ક્‌સ આવ્યા છે. આ ઉપરાંત એક જ ગામના ૧૮ લોકોને નિમણૂંક આપવામાં આવી, જે અશક્ય છે. પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલમાં ભરતીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર હેક કરીને કંટ્રોલ રૂમમાંથી જવાબો આપવામાં આવે છે. મારી પાસે તમામ આધારભૂત પુરાવા રૂપે ઑડિયો અને વીડિયો રેકોર્ડિંગ છે.

તેમણે જણાવ્યું કે જીઈટીસીઓ ની ભરતીમાં આર્થિક લાભથી કૌભાંડ આચરાયું હોવાનો આરોપ લગાવ્યો છે. જેનું એપીસેન્ટર અરવલ્લી અને બાયડ હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે જીઈટીસીઓ ની ભરતીમાં એક જ ગામના ૧૮ પરિક્ષાર્થીઓને નિમણૂંક આપી હોવાનો ખુલાસો કર્યો છે.

તેમણે જણાવ્યું કે જીઈટીસીઓ ની ભરતીમાં એક જ ગામના ૧૮ પરિક્ષાર્થીઓને નિમણૂંક આપવી તે ક્યારેય શક્ય નથી. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે, ત્યારે ઓનલાઈન પરીક્ષામાં પણ કૌભાંડ ચાલી રહ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,૨૦૨૧માં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે.

જેમાં વિદ્યાર્થીઓને એક સરખા માર્ક અપાયા છે. વચેટિયાઓ અવધેશ પટેલ, ધનસુરાના શિક્ષક અરવિંદ પટેલ, શ્રીકાંત શર્મા વડોદરાની સંડોવણી હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે એજન્સીના મળતીયાઓ સાથે સંપર્ક રાખીને આ લોકો કૌભાંડ કરી રહ્યા છે. અજય પટેલ બાયડમાં ક્લાસીસ ચલાવે છે. જ્યારે હર્ષ નાઈ પણ શિક્ષક છે.
(અનુસંધાન નીચેના પાને)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.