છોટી સરદારની ફેમ અનિતા રાજને ૨ મહિના પછી ફરી કોરોના થયો
મુંબઇ, સમગ્ર વિશ્વમાં ઓમક્રોનનો કહેર વધી રહ્યો છે. કોરોનાના કેસ દરરોજ બે ગણા વધી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં આવ્યું છે. સામાન્ય લોકોની સાથે સાથે અત્યાર સુધી અનેક સેલિબ્રિટી પણ તેનો શિકાર બની ચૂકી છે.
તાજેતરમાં સોનુ નિગમ, તેની પત્ની અને પુત્રને કોવિડ થયો હતો, જ્યારે હવે છોટી સરદારની અભિનેત્રી અનિતા રાજ પણ આ ચેપનો શિકાર બની છે. આશ્ચર્યજનક વાત એ છે કે, અનિતાને બે મહિના પહેલા એટલે કે ઓક્ટોબરમાં પણ કોવિડ થયો હતો.
ટીવી શો છોટી સરદારનીમાં કુલવંત કૌરની ભૂમિકા ભજવનાર અનિતા રાજનો તાજેતરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે અત્યારે ક્વોરન્ટાઈનમાં છે. સુત્રોએ જણાવ્યું કે અનિતા રાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેણે પોતાને ક્વોરન્ટાઈન કરી લીધા હતા.આ પછી, શોની આખી ટીમનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું અને સેટને સેનિટાઈઝ કરવામાં આવ્યો.
ટીમના એક સદસ્યના કહેવા પ્રમાણે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તમામ પ્રોટોકોલ અને સાવચેતી રાખવા છતાં એક સભ્ય કોરોનાની ઝપેટમાં છે.HS