Western Times News

Gujarati News

રમત-રમતમાં જ બાળકના નાકમાં મેટલનો બોલ્ટ ફસાયો

રાજકોટ, રાજકોટમાં એક બાળક સાથે રમત રમતા રમતા અજીબ ઘટના બની હતી. બાળકના નામકમાં મેટલનો બોલ્ટ ફસાઈ ગયો હો. જાેકે, કોઈ પણ સર્જરી વગર બાળકના નાકમાંથી મેટલ બોલ્ટ દૂર કરાયો હતો. જેથી માતાપિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. બન્યુ એમ હતું કે, રાજકોટમાં મનોજ જાેશીનો પરિવાર રહે છે. તેમને સંતાનમા મોનીત નામનો ચાર વર્ષનો દીકરો છે. રમતા રમતા મોનિતે નાકની અંદર મેટલનો બોલ્ટ નાંખ્યો હતો.

જાેતજાેતામા આ મેટલનો બોલ્ટ શ્વાસ લેવાને કારણે ઉપર ચઢ્યો હતો અને અંદર ફસાઈ ગયો હતો. જમણી બાજુના નાકમાં મેટલનો બોલ્ટ ફસાતા તેને શ્વાસ લેવાની તકલીફ થઈ હતી. ત્યારે તેના માતાપિતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈને દોડ્યા હતા. આખરે કોઈ પણ સર્જરી વગર મોનીતના નાકમાં ફસાયેલો મેટલનો બોલ્ટ બહાર કાઢવામાં આવ્યો હતો.

આ માટે દૂરબીનનો સહારો લેવાયો હતો. જેમાં ગણતરીની મિનિટોમાં જ બોલ્ટ બહાર આવ્યો હતો. આ બોલ્ટની સાઈઝ નાકના કાણાં કરતા પણ મોટી હતી. જેથી મીનિતના નાકમાંથી લોહી નીકળવા લાગ્યુ હતું. જાે આ બોલ્ટ નાકમાંથી આગળ વધ્યો હોત તો ગળામાં ફસાયો હોત. આવામાં મીનિતનો જીવ પણ જઈ શક્યો હોત. જાેકે, સમયસર બોલ્ટ નીકળી જતા, માતાપિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.