Western Times News

Gujarati News

હોસ્પિટલ જવાને બદલે લોકો ડોક્ટરને ઘરે બોલાવે છે

પ્રતિકાત્મક

અમદાવાદ, કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે ઓમિક્રોન વેરિયન્ટના વધતા કેસોના કારણે લોકોની ચિંતા વધી છે. આ સ્થિતિમાં તાવ, શરદી, ખાંસી જેવી સામાન્ય બીમારીમાં હવે અમદાવાદ અને ગાંધીનગરના લોકો હોસ્પિટલમાં જવાના બદલે ડોક્ટરને પોતાના ઘરે બોલાવી સારવાર લેવાનું યોગ્ય માની રહ્યા છે. ઘરબેઠા જ લોકો કોરોના અને ઓમિક્રોનનો ટેસ્ટ કરાવી રહ્યા છે. બીજી લહેરની વરવી વાસ્તવિકતા હજુ અનેક લોકો ભૂલી શક્યા નથી.

હોસ્પિટલોમાં જગ્યા મળતી ન હતી, ઓક્સિજન અને દવાઓની બુમો હતી. ડૉક્ટર મળી જાય તો જાણે ભગવાન મળી જાય તેવી અનુભુતિ થતી. જાેકે, પ્રથમ અને બીજી લહેરે સ્વાસ્થ્ય સેવાઓને નવા આયામ આપ્યા છે. સ્વાસ્થ્ય સેવાઓને વધુ શક્તિશાળી બનાવવા માટે અવનવા પ્રયાસો અને પ્રયોગો થયા છે. હવે દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ સુધી જવાની જરૂર નથી. કારણે કે, ડોક્ટર એટ ડોરસ્ટેપ નામની સંસ્થાએ એક અનોખી પહેલ કરી છે.

આ સંસ્થા દર્દીઓના ઘરે જઈને સારવાર આપે છે. આ અંગે ડોક્ટર એટ ડોરસ્ટેપના સીઈઓ મયુર કાનાબારે કહે છે કે, લોકોને કોરોનાની બીજી ઘાતક લહેર બરાબર યાદ છે. તેથી કોરોનાનું સંક્રમણ કેટલી ઝડપથી ફેલાય છે અને તેનાથી શરીરને શું નુકસાન થાય છે તે બધા જાણે છે.

આ સંજાેગોમાં કોરોનાનો ચેપ ના લાગે તેની તકેદારી જાગૃત નાગરિકો રાખી રહ્યા છે. જાે ઘરના કોઈ સભ્યને તાવ, શરદી કે ઉધરસ હોય તો તેઓ હોસ્પિટલમાં જવાના સ્થાને અમારી કંપનીનો સંપર્ક કરીને ઘરે જ ડોક્ટર બોલાવી તેમની સેવા લેવાનું પસંદ કરે છે. કારણ કે, તેનાથી દર્દીનો સમય બચે છે. તેનો ટ્રાન્પોર્ટેશન ખર્ચ બચે છે. દર્દીને કોરોના ન હોય તેવા સંજાેગોમાં હોસ્પિટલમાં જવાથી કે બહાર નીકળવાથી ચેપ લાગવાનો પણ ખતરો રહેલો છે.

હોસ્પિટલના હાઉથી બચવા માટે અમદાવાદના અનેક લોકો થોડી ફી વધુ ચુકવીને પણ સારી અને સલામત સારવાર લેવાનું પસંદ કરી રહ્યા છે. મયુરભાઈએ વધુમાં જણાવ્યું કે, અમારી કંપની ડૉક્ટર એટ ડોરસ્ટેપે, અત્યાર સુધીમાં દોઢ હજારથી વધુ દર્દીઓને ઘરે સારવાર આપી છે અને ખૂબ સારું પરિણામ મળ્યું છે. આ સંસ્થા પાસે ક્વોલિફાઈડ તબીબો અને નર્સ સહિતના સ્ટાફની ટીમ છે. દર્દીની જરૂરિયાત પ્રમાણે લોકો સેવાનો લાભ લઇ રહ્યા છે.

જાે કોઈ દર્દીને વધુ સારવાર કે હોસ્પિટલાઈઝેશનની જરૂરિયાત હોય તો તે અંગે પણ યોગ્ય માર્ગદર્શન આપી તેમને જરૂરી સુવિધા પણ અમે ઉપલબ્ધ કરાવાય છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, તેથી જ કોરોનાની બીજી લહેર દરમિયાન પણ અમારી પાસે સારવાર લેવા આવનારા તમામ દર્દીઓ સાજા થયા છે.

ઈમર્જન્સી કેસ સિવાય અન્ય તમામ દર્દો માટે પણ ઘરે સારવાર આપતી ટીમ ખડેપગે હાજર હોય છે. કોરોનાની બીજી લહેર સમયે, લોકોને હોસ્પિટલમાં જગ્યા નહોતી મળતી. સારવારના અભાવે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેથી લોકો હવે આ પ્રકારની સ્થિતિ સર્જાય તેવું ઈચ્છતા નથી. તેથી ડોક્ટર એટ ડોરસ્ટેપના મોબાઈલ નંબર પર તબીબોની એપાઈન્ટમેંટ ફિક્સ કરીને પોતાના ઘરે જ બોલાવે છે. આ સિવાય ઓમિક્રોનનો ટેસ્ટ પણ ઘરબેઠા કરવાની સુવિધા આપવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.