Western Times News

Gujarati News

સોનુ નિગમ અને પરિવાર દુબઈમાં કોરોનાથી સંક્રમિત

દુબઈ, કોરોના વાયરસના દૈનિક કેસો ફરી એકવાર વધી રહ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ વધી છે. સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઝ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી રોજ મનોરંજન જગતના એકથી વધુ કલાકારો કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર આવતાં રહે છે. હવે સિંગર સોનુ નિગમ અને તેનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સોનુ નિગમ ઉપરાંત પત્ની મધુરિમા અને દીકરો નીવાન પણ કોરોના પોઝિટિવ છે. સોનુએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને આ અંગેની જાણકારી આપી છે.

સોનુ નિગમ આજકાલ દુબઈમાં છે અને ત્યાં જ ક્વોરન્ટીન છે. સોનુ નિગમે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં સોનુએ જણાવ્યું છે કે તેની સાથે પત્ની, દીકરો અને બહેન પણ કોરોના સંક્રમિત છે. સોનુ નિગમના કહેવા અનુસાર, ભુવનેશ્વરમાં તેનું પર્ફોર્મન્સ હતું અને ‘સુપર સિંગર સીઝન ૩’નું શૂટિંગ કરવાનું હતું પરંતુ કોરોનાનો ચેપ લાગતાં પ્લાન બદલવો પડ્યો.

૩ મિનિટના વિડીયોમાં સોનુ નિગમે કહ્યું કે, તે કોરોના સંક્રમિત થયો છે પણ જીવતો રહેશે. આ સાથે જ સોનુએ કોરોનાના કારણે ફરીથી કામ બંધ થઈ જતાં નિરાશા વ્યક્ત કરી છે. વિડીયો શેર કરતાં સોનુએ લખ્યું હતું, “હું કોરોના પોઝિટિવ છું. સૌને નવા વર્ષની શુભેચ્છા.” સોનુના આ વિડીયો પર ફેન્સ અને સેલેબ્સ કોમેન્ટ કરીને જલદી તે અને તેનો પરિવાર સાજાે થાય તેવી શુભેચ્છા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ મહિનાથી સોનુ સતત કોનસર્ટ અને શૂટિંગ કરતો હતો જેના કારણે તે પરિવારને પણ નહોતો મળી શક્યો.

બોલિવુડ અને ટેલિવુડમાં ફરી એકવાર કોરોનાએ પગપેસારો કર્યો છે. હાલમાં જ પ્રેમ ચોપડા અને પત્ની ઉમા ચોપડા, જાેન અબ્રાહમ અને પત્ની પ્રિયા રૂંચાલ, એકતા કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર અને પતિ કરણ બુલાની, રાહુલ નવૈલ, નોરા ફતેહી, મૃણાલ ઠાકુર, નકુલ મહેતા, પત્ની જાનકી અને ૧૧ મહિનાનો દીકરો સૂફી, અનિતા રાજ, દ્રષ્ટિ ધામી વગેરે જેવા સેલિબ્રિટીઝ કોરોના પોઝિટિવ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.