Western Times News

Gujarati News

સુરતમાં ટેન્કર લીક મામલે ચાર લોકોની ધરપકડ કરાઈ

સુરત, સુરત શહેરમાં સચિન જીઆઈડીસીમાં ટેન્કર લીકની દર્દનાક ઘટના બની હતી. જેમાં છ મજૂરોના મોત નીપજ્યા હતા. જાેકે આ દુર્ઘટનામાં પોલીસે ૪ લોકોની ધરપકડ કરી હતી. સુરત પોલીસે ભરુચ ખાતેથી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ અંગે સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે પ્રેસકોન્ફર્સ કરીને કેસ અંગે વધુ માહિતી આપી હતી. શહેરની સચિન ય્ૈંડ્ઢઝ્રમાં ટેન્કર લીક થતા ઝેરી કેમિકલ હવામાં ફેલાતા છ મજૂરોના મોત થયા છે.

જ્યારે ૮ લોકો વેન્ટિલેટર પર છે. ઝેરી કેમિકલ ઠાલવવામાપ્રકરણમાં સચિન વિસ્તારના સ્થાનિક તત્વોની સંડોવણી હોવાનું સામે આવી રહ્યુ છે. દહેજથી ઝેરી કેમિકલ ભરેલા ટેન્કર લાવીને ઢાલવવાનો કારસો ચાલતો હોવાનું પણ સામે આવી રહી છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે.

આ ટેન્કર ગુરવિંદર સિંહ નામના વ્યક્તિનું છે. આ ટેન્કર ખાલી કરવાનો કોન્ટ્રાક્ટ સંદિપ ગુપ્તાએ લીધો હોવાનું સામે આવી રહ્યુ છે. આ સંદિપ ગુપ્તાનો ઇતિહાસ પણ ગુનાઇત રહેલો છે. સુરત પોલીસે આ કેસમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. આ ઝેરી કેમિકલ ટેન્કર વડોદરાનું હોવાનું સામે આવ્યું છે. જેની તપાસમાં પોલીસની એક ટિમ વડોદરા જવા રવાના થઇ છે. તો બીજી તરફ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્‌યા છે.

સચિન વિસ્તારમાં આવેલી વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ પાસે ટેન્કરમાંથી ગેસ લીક થવાને કારણે મિલના છ કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે.

જ્યારે આઠ જેટલા લોકો વેન્ટિલેટર પર છે અને અન્ય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સચિન ય્ૈંડ્ઢઝ્રમાં રાજકમલ ચોકડી પ્લોટ નંબર- ૩૬૨ બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરથી ૮થી ૧૦ મીટર દૂર મજૂરો સૂતા હતા. અચાનક જ ટેન્કરની ડ્રેનેજ પાઇપ લીક થતા ગેસ ફેલાયો હતો જેના કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર તેની અસર થઈ હતી.

આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જીપીસીબીના અધિકારી પરાગ દવેએ જણાવ્યું હતું કે, છ મહિનામાં આ સહિતની ત્રીજી ફરિયાદ મળી છે. આ પહેલા સચિન અને જ્હાંગીરપુરામાં પણ ફરિયાદ મળી હતી. ફરિયાદ નોધાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેમિકલમાં પ્રાથમિક તબક્કે એસિડિક કોમ્પોનન્ટ હોવાનું કહી શકાય છે. આ કેસમાં પણ પોલીસને સાથે રાખીને ફરિયાદ કરવામાં આવી છે.

આ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બસંત પારીકે, જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ સવારે લગભગ ૪ઃ૨૫ વાગ્યે થઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.