Western Times News

Gujarati News

એકલા ગુજરાતમાં રોજના ૫૦ હજાર કોરોનાના કેસ આવશે

અમદાવાદ, એકલા ગુજરાત રાજ્યમાં દરરોજ ૫૦ હજાર કેસ નોંધાશે. આવુ IISC અને ISI નામની સંસ્થાના સર્વેમાં ડરાવનારું તારણ સામે આવ્યું છે. અમદાવાદમાં દરરોજ કોરોનાના ૨૧ હજાર કેસ નોંધાઈ શકે છે.

સાયન્ટિફિક મેથેડોલોજીથી આ સંસ્થા દ્વારા મોટા શહેરોમાં દૈનિક કેસનો અંદાજ કાઢવામા આવ્યો છે. ૧ માર્ચ સુધીમાં કોરોનાના કેસ બે આંકમાં આવી જવાની શક્યતા છે.

દેશમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોનના કેસો અંગે કરેલા અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે કે, કેસ વધવાની હાલની ગતિ જાેતાં ૨૫ જાન્યુઆરી બાદ ગુજરાતમાં દરરોજ ૫૦ હજારથી વધુ અને અમદાવાદમાં ૨૧ હજારથી વધુ કેસ આવી શકે છે. જાેકે રાજ્યમાં ટેસ્ટિંગ કેટલા થાય છે તેના ઉપર આ આંકડો ર્નિભર છે.

IISC અને ISIના રિસર્ચરોએ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ સંલગ્ન ઈન્સ્ટિટ્યૂટને પણ આ રિપોર્ટ આપ્યો છે. હવે રાજ્ય આરોગ્ય વિભાગ જુદા જુદા રિસર્ચ મોડલ આધારે ફેર સંશોધન કરી રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરશે. રાજ્ય સરકારના સિનિયર ડૉક્ટરો પણ આગામી ૧૫ જાન્યુઆરી પછી અમદાવાદમાં ૬ હજારથી વધુ કેસ આવવાનો અંદાજ માંડી રહ્યાં છે. સિનિયર ડૉક્ટરોનું કહેવું છે કે, ગુજરાતમાં કોરોના કેસ વધવાની શરૂઆત થઈ ચૂકી છે. ૨૫થી ૩૦ જાન્યુઆરી દરમિયાન કોરોનાનો પીક જાેવા મળશે. એ સમયે મહત્તમ કેસો નોંધાશે અને ત્યારબાદ ધીમે ધીમે કેસોની સંખ્યા ઘટતી જશે.

પહેલી માર્ચ સુધીમાં કોરોનાના કેસ બે અંકમાં આવી જશે. આ વચ્ચે ગુજરાતમાં આખરે જેની રાહ જાેવાતી હતી તેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. કેમ કે ગુજરાતમાં ૬ જાન્યુઆરીએ ૪૨૧૩ કેસ અને ૭ જાન્યુઆરીએ ૫૩૯૬ કેસ નોંધાતા નિયંત્રણો લગાવવામાં આવશે તેવી આશા સેવાઈ રહી હતી.

ત્યારે રાજ્ય સરકારે ગઈકાલે નવી કોરોના ગાઈડલાઈનની જાહેરાત કરતાં રાજ્યના ૧૦ શહેરોમાં રાતના ૧૦થી સવારના ૬ સુધી રાત્રિ કર્ફ્‌યૂ જાહેર કર્યો છે. તો ૩૧મી જાન્યુઆરી સુધી ધોરણ ૧થી ૯ની શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ત્રીજી લહેર એટલી ઘાતક છે કે, તબીબો પણ સાવચેતી રાખવા કહી રહ્યાં છે. રસી લીધી હોય તો પણ સાવધાની રાખવાની જરૂર છે. AMAના પૂર્વ પ્રમુખ મોના દેસાઈએ આ ઘાતક લહેર વિશે કહ્યું કે, બેદરકારીના કારણે ત્રીજી લહેરની શરૂઆત થઈ છે.

આવામાં રાત્રિ કર્ફ્‌યૂનો સરકારનો ર્નિણય યોગ્ય છે. રાત્રિ કર્ફ્‌યૂથી કોરોનાના કેસમાં ઘટાડો થાય છે. લગ્ન પ્રસંગમાં માસ્ક ફરજિયાત પહેરવું પડશે. જાન હે તો જહાન હે ધો. ૧થી ૯ના ઓફલાઈન વર્ગો બંધ કરવાનો ર્નિણય યોગ્ય છે. ત્રીજી લહેરમાં બાળકોને ઘરે જ રાખો. બાળકોને ભીડભાડવાળી જગ્યાએ ના લઈને જાઓ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.