Western Times News

Gujarati News

ધો.૧થી ૯ના વર્ગો બંધ કરવાની જાહેરાત કરાઈ

Files Photo

ગાંધીનગર, રાજ્યમાં શરૂ થયેલી કોરોનાની થર્ડ વેવમાં રોજેરોજ ધડાધડ કેસો વધી રહ્યા છે, ત્યારે સરકારે આખરે રાત્રી કરફ્યુનો સમય વધારવા સહિતના આકરાં પગલાં અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. બાળકોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ધોરણ ૧થી ૯ના વર્ગો બંધ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

હવેથી આ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાશે. ઉલ્લેખનીય છે કે, આજે જ કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કોઈ પ્રકારનું લોકડાઉન લાદવામાં નહીં આવે.

રાજ્યના મહાનગરો ઉપરાંત આણંદ અને નડિયાદમાં હવેથી રાતના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે. જાેકે, દુકાનો, ગલ્લા, ખાણીપીણી બજાર, મોલ્સ, સલૂન સહિતની તમામ કોમર્શિયલ ગતિવિધિ રાતના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહી શકશે. હોટેલ રેસ્ટોરાં પણ ૭૫ ટકા કેપેસિટી સાથે રાતના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહી શકશે, અને હોમ ડિલિવરીની સેવા રાતના ૧૧ વાગયા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યમાં આજે જે નિયંત્રણોની જાહેરાત કરવામાં આવી છે તે ૧૫ જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

આજે સીએમના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટિમાં કોરોનાનો પ્રસાર રોકવા માટે કેટલાક મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા હતા. જેમાં રાત્રી કર્ફ્‌યૂનો સમય વધારીને ૧૦થી ૬નો કરાયો છે.

રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ ઉપરાંત આણંદ અને નડિયાદમાં પણ કર્ફ્‌યૂ લાગુ પડશે. જાેકે, સરકાર તરફથી એ પણ સ્પષ્ટતા કરાઈ છે કે તમામ પ્રકારની કોમર્શિયલ એક્ટિવિટી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ સિવાય કોઈપણ રાજકીય, સામાજિક કે ધાર્મિક પ્રસંગમાં ખૂલ્લી જગ્યામાં ૪૦૦ વ્યક્તિ જ્યારે બંધ જગ્યામાં ક્ષમતાના ૫૦ ટકા લોકો ભેગા થઈ શકશે.

આ નિયમ લગ્નપ્રસંગ માટે પણ લાગુ પડશે, અને તેના માટે પાેર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમ ક્રિયામાં વધુમાં વધુ ૧૦૦ લોકો એકત્ર થઈ શકશે. પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો, બસમાં ૭૫ ટકા મુસાફરો પ્રવાસ કરી શકશે. બસ સેવાને રાત્રી કર્ફ્‌યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યમાં સિનેમા હોલ્સ પણ ૫૦ ટકા કેપેસિટી સાથે ચાલુ રહેશે. જિમ, વોટરપાર્ક, લાઈબ્રેરી, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો પણ ૫૦ ટકા કેપેસિટી સાથે ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચા પણ રાતના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રહેશે.

ધોરણ ૯થી પીજી સુધીના કોચિંક સેન્ટર્સ, સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ સેન્ટર્સ ૫૦ ટકા કેપેસિટી સાથે કામ કરી શકશે. આ સિવાય સ્કૂલો અંગે સરકારે મહત્વનો ર્નિણય લેતા ધોરણ ૧થી ૯માં ઓફલાઈન ક્લાસ ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ સુધી બંધ રહેશે, અને વિદ્યાર્થીઓને માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે. સ્કૂલ, કોલેજાેની કે અન્ય સંસ્થાની સ્પર્ધાત્મક કે ભરતી અંગેની પરીક્ષા ર્જીંઁનું પાલન કરવાની શરતે યોજી શકાશે. સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ, સંકુલમાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના રમત રમી તેમજ યોજી શકાશે.

મેડિકલ કારણોસર બહાર નીકળી શકાશે. જેમને બહારગામ જવાનું હોય તેઓ ટિકિટ બતાવી અવરજવર કરી શકશે. આ ઉપરાંત, ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને પણ મુક્તિ રહેશે. અનિવાર્ય સંજાેગોમાં બહાર નીકળેલ વ્યક્તિ આઈડી, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, સારવારને લગતા કાગળ રજૂ કરી અવરજવર કરી શકશે. સરકારે એવી પણ તાકિદ કરી છે કે ઈમરજન્સીમાં બહાર નીકળેલા વ્યક્તિ સાથે ફરજ પરના અધિકારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.