વોટ્સએપ વાપરો છો? તો ચેતી જજો, તમારા બેંક ખાતાની વિગત ચોરી થઈ શકે છે
મુંબઈ, ઑનલાઇન છેતરપિંડીના બનાવ સતત વધી રહ્યા છે. ઇન્ટરનેટ ઠગો છેતરપિંડી માટે દરરોજ નવી નવી તરકીબો શોધી કાઢે છે. આ ઠગો એટલા શાતિર હોય છે કે જાે તમે નાની એવી પણ ભૂલ કરો તો તમને મોટું આર્થિક નુકસાન પહોંચી શકે છે. ક્યારેક પેટીએમ કેવાયસી તો ક્યારેક ક્રેડિટ કાર્ડ અપડેટ કરવાના નામ પર ઠગો લોકને ચૂનો લગાડે છે.
આથી લોકો સચેત રહે તે જરૂરી છે. મોબાઇલ ઇન્ટરનેટની દુનિયામાં વોટ્સએપનો ઉપયોગ હવે સામાન્ય થઈ ગયો છે. જાેકે, હવે સાઇબર ઠગો વોટ્સએપથી તમને પોતાની શિકાર બનાવી રહ્યા છે. ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો કંઈ જ વિચાર વગર વોટ્સએપ પર આવેલી લિંક પર ક્લિક કરી દેતા હોય છે.
વિચાર કર્યાં વગર કોઈ અજાણી લિંક પર ક્લિક કરવું તમને ભારે પડી શકે છે. આ પ્રકારની લિંક પર ક્લિક કરવાથી તમે ફ્રોડનો શિકાર બની શકો છો. આ પ્રકારની લિંક પર ક્લિક કરવાથી તમારા ફોનમાં રહેલી મહત્ત્વની જાણકારી હેકર્સ કે સ્કેમર્સ પાસે પહોંચી શકે છે. ઇન્ટરનેટ સ્કેમર્સ તમારા વોટ્સએપ નંબર પર એક ફિશિંગ લિંક મોકલે છે.
આ લિંક તમારા કોમ્પ્યુટર પર પણ આવી શકે છે. આ લિંક કોઈ રસપ્રદ માહિતી અથવા ઑફર સાથે જાેડાયેલી હોઈ શકે છે. તહેવારોની સિઝનમાં આ પ્રકારની લિંક વધારે આવે છે. કારણ કે આ દરમિયાન ઑનલાઇન શૉપિંગ અને વિવિધ ઑફર્સની ભરમાર હોય છે.
તમે લિંક પર ક્લિક કરશો કે તમારી સામે એક પેજ ખુલી જશે. આ પેજ પર તમારી વ્યક્તિગત માહિતી માંગવામાં આવે છે. વ્યક્તિગત માહિતી જેવી કે, નામ, મોબાઇલ નંબર, ઈ-મેઇલ આઈડી, બેંક એકાઉન્ટ નંબર, પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, ડેબિટ કાર્ડ કે પછી ક્રેડિટ કાર્ડ વગેરે.
તમે આ વિગતો ભરશો કે હેકર્સ પાસે તમારી તમામ માહિતી પહોંચી જશે. આ માહિતીને આધારે હેકર્સ તમારા બેંક ખાતાને એક્સેસ કરી શકે છે. જાે તેમને તમારા બેંક ખાતાની વિગતો મળી જાય તો તમારા ખાતામાં જમા રકમને ટ્રાન્સફર કરી લેવામાં આવે છે. આ પ્રકારની જાણકારી તમારું બેંક ખાતું સાફ કરવા માટે જ નહીં પરંતુ અનેક વખત આ અન્ય કોઈને વેચવા માટે પણ ચોરવામાં આવે છે.
તમારા મોબાઇલ પર બેંક, નાણાકીય સેવા કે લોનના ફોન આવતા હશે. આ તમારી વિગત વેચવામાં આવી હોવાનું જ પરિણામ છે. હેકર્સ દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરવાથી તમારા મોબાઇલ ફોન અથવા કોમ્પ્યુટર પર વાયરસ સાથેની એપ અથવા ફાઇલ ડાઉનલોડ થઈ જાય છે.
આ એપ કે ફાઇલ તમારી વ્યક્તિગત માહિતી હેક કરે છે. આ ઉપરાંત વાયરસ તમારા કોમ્પ્યુટર અથવા મોબાઇલને ખરાબ પણ કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, Rediroff.ru સાથેના યૂઆરએલમાં ફ્રોડની ઘટનાઓ વધારે જાેવા મળે છે.
આથી જે લિંક અથવા યૂઆરએલમાં Rediroff.ru લખ્યું હોય તો તેને ખોલવી ન જાેઈએ. નવી નવી એપ ડાઉનલોડ કરવાથી બચો. વધારે મોટી ઑફર કે પછી મોંઘી ગિફ્ટ આપવાનો દાવો કરતી લિંક પર ક્લિક ન કરો. અજાણી વેબસાઇટ પર જવાથી પણ બચો. કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા તેની તપાસ કરો. કોઈ અજાણી લિંક પર જતા પહેલા વેબસાઇટનું યૂઆરએલ બરાબર રીતે તપાસી લો.SSS