બનાસકાંઠાના દિયોદરમાં અનાજ સંગ્રહખોરીનું કૌભાંડ ઝડપાયું

અગાઉ મળી આવેલ અનાજનો જથ્થો સરકારી હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાઈઃ રૂ.૮,૮૮,૯૦૦ની કિંમતના ૬૯૬ અનાજના કટ્ટા સિઝ કરાયા
પાલનપુર,બનાસકાંઠા જિલ્લાના દિયોદરની જીઆઈડીસીના એક ગોડાઉનમાં એક મહિના અગાઉ ઝડપાયેલ શંકાસ્પદ અનાજનો જથ્થો તપાસ દરમિયાન સરકારી હોવાનું બહાર આવતા દિયોદર મામલતદારે અનાજની સંગ્રહખોરી કરનાર ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
દિયોદર ખાતે આવેલ જીઆઈડીસીના પ્લોટ નંબર ૫૦માં એક મહિના અગાઉ મોડી રાત્રે સસ્તા અનાજની દુકાનનો રાશનનો જથ્થો ટ્રક મારફતે લાવી આ ગોડાઉનમાં તેના કટ્ટા પલટાવી કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની માહિતીને લઈ દિયોદર નાયબ પુરવઠા અધિકારી, મામલતદાર અને પોલીલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
આ અંગે વધુ વિગતો આપતાં અમારા બનાસકાંઠાના સંવાદદાતા હરેશ જી.જાેષીએ જણાવ્યું હતું કે, જે રૂ.૩.૯૭.૫૦૦ની કિંમતના ઘઉંના ૩૧૮ કટ્ટા અને રૂા.૪.૯૧,૪૦૦ની કિંમતના જથ્થા સહિત કુલ રૂા.૮,૮૮,૯૦૦ના મુદ્દામાલને સીઝ કરવામાં આવ્યો હતો.
જે બાદ સતત એક મહિના સુધી ચાલેલી તપાસમાં ગોડાઉન માલિક ભરતકુમાર રામગોપાલ ઠક્કરે રહે.વસુંધરા સોસાયટી ડીસાવાળાએ જથ્થા અંગે બિલ રજૂ કર્યા હતા. જાેકે તપાસ દરમિયાન આ તમામ બીલો ખોટા હોવાનું ધ્યાનમાં આવતા અનાજ અને ભરત ઠક્કરના જવાબો ખોટા હોવાનું પ્રતીત થતાં જ મામલતદાર વિધિબેન પટેલે અનાજ માફિયા ભરત ઠક્કર સામે આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમ ૩ અને ૭ મુજબ ફરિયાદ નોંધાવી છે.