ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા બાળકોને સ્વેટર વિતરણ કરાયા
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા અને ખેડબ્રહ્મા કોલેજ સંચાલિત આદિવાસી સંશોધન કેન્દ્ર દ્વારા તા.૭-૦૮-૨૧ ના રોજ ખેડબ્રહ્મા શહેરની ચંચળબા પ્રાથમિક શાળા તથા ખેડબ્રહ્મા તાલુકાના પાણઈ તથા રાજસ્થાનની સરહદ નજીક આવેલ મોટા ફળો (ધ્રોઈ પાસે) ગામની પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને ઠંડીમાં રક્ષણ મળે તે માટે ગરમ સેટર નું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભારત વિકાસ પરિષદના પ્રમુખ રોહિતભાઇ દેસાઇએ બાળકોને જણાવ્યું હતું કે આ સંસ્થા કોઈની ઉપર ઉપકાર કરતી નથી પણ એક ભાઈ બીજા ભાઈને મદદ કરી તેવું કાર્ય છે.
આ એક માનવીય સામાજિક અને રાષ્ટ્રીય કાર્ય છે આ બહાને ભારતની સનાતન સંસ્કૃતિમાં રહેલા પ્રેમ અને સુખને વહેંચી ને ભોગવવાના સંસ્કારોની બાળકોમાં સીંચી આ વારસો આગળ ધપાવવાનો એક પ્રયત્ન છે. તેમણે બાળકોને જણાવ્યું હતું કે તમે પણ મોટા થઈને જરૂરિયાતમંદ બાળકોને અને સમાજને આવી મદદ કરશો.
ખેડબ્રહ્માની ચંચળબા પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું સંચાલન આચાર્ય સુરેશભાઈ પટેલે, પાણઈ પ્રાથમિક શાળાનું સંચાલન આચાર્ય શ્રી વિષ્ણુભાઈ ગોસ્વામી તથા અન્ય શિક્ષકોએ તથા મોટા ફળો પ્રાથમિક શાળાનું સંચાલન શાળાના આચાર્ય ઇન્દુ બેન પટેલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે આયોજન કરાયું હતું.*