Western Times News

Gujarati News

બીજા ડોઝની તારીખથી ૯ મહિના પૂરા થયા હોય તેમણે કોરોના રસીનો પ્રિકોશન ડોઝ લેવાનો રહેશે

સમગ્ર દેશ અને રાજ્યમાં ફ્રન્ટલાઈન વર્કર્સ,હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની આયુના અને અન્ય ગંભીર બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો આજથી પ્રારંભ થયો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્ર ખાતે  રાજય કક્ષાના આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં ફ્રન્ટલાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને  કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે ગુજરાતમાં વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલ્બ્ધ છે અને આજથી ૬૦ થી વધુ વય ધરાવતા અનેફ્રન્ટલાઈન તથા હેલ્થ વર્કર્સ જેઓએ કોરોના રસીકરણના બંને ડોઝ લઇ લીધા છે

અને આપવામાં આવેલ બીજા ડોઝની તારીખથી ૦૯ મહિના (૩૯ અઠવાડિયા પૂર્ણ)  થયા હોય તેમણે આ પ્રિકોશન ડોઝ લેવાનો રહેશે. જેથી કોરોના સામેની મહામારીમાં આપણે સંક્રમણથી બચાવ થઈ શકે.૬૦ થી વધુના વયસ્કો જેઓ કોમોર્બિડ કે ગંભીર બીમારી ધરાવે છે અને જેઓએઅગાઉબંનેડોઝલીધાહોઈતેમનેડૉક્ટરનીસલાહમુજબપ્રિકોશનડોઝઆપવામાં આવશે.

૩ જાન્યુઆરીથી સમગ્ર દેશ અને રાજ્યમાં ૧૫ થી ૧૮ વયજુથના તરૂણોને રસી આપવાની શરૂઆત થઈ છે તેને ખુબ સારો પ્રતિભાવ મળી રહયો છે જેમા શાળાએ ન જતા તરૂણોની પણ ઓળખ કરીને રસી આપવામાં આવી રહી છે તેમ મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું.

સંક્રમણથી બચાવ માટે પ્રિકોશન ડોઝ આવશ્યક છે: નિમિષાબેન સુથાર

અમદાવાદ સિવિલ હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને ઉપસ્થિત વયસ્ક નાગરિકોને કોરોના પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. શ્રીમતી નિમિષાબેન સુથારે સિવિલ રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમ્યાન આરોગ્યકર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ અવસરે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટડૉ. રાકેશ જોષી, એડિશનલસુપ્રિટેન્ડેન્ટ ડો રજનીશ પટેલ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડૉક્ટર્સ અને તબીબી સ્ટાફ પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.