અંકલેશ્વર જયશ્રી એરોમેટિક કંપનીમાં ચોરી કરવા આવેલ તસ્કરને માર મારતા સારવાર દરમ્યાન મોત
ભરૂચ : અંકલેશ્વર જીઆઈડીસીની જયશ્રી એરોમેટિક કંપની માં ચોરી કરવા આવેલા ચાર જેટલા તસ્કરો ઘુસ્યા હતા.તે પૈકી એક તસ્કર ને કંપની ના કામદારો એ ઝડપી પાડી તેને માર મારતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જ્યશ્રી એરોમેટિક કંપનીમાં આવેલા ચાર જેટલા તસ્કરો ચોરી કરવાના ઈરાદે પ્રવેશ્યા હતા.આ દરમ્યાન કંપનીમાં હાજર કમર્ચારીઓએ પ્રતિકાર કરતા ચાર પૈકી એક તસ્કર ઝડપાય ગયો હતો.જ્યારે અન્ય ત્રણ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઝડપાયેલ તસ્કરને કર્મચારીઓએ માર મારી જીઆઈડીસી પોલીસના હવાલે કરી દેતા જીઆઈડીસી પોલીસે તેને જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયો હતો.જ્યા ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.મૃતક તસ્કર નેત્રંગ તાલુકાના ઝરણાં ગામનો રહીશ નરેશ વસાવા હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી કંપની સંચાલક તેમજ કમર્ચારીની પૂછપરછ હાથધરી છે.