ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ દ્વારા ગાંધીજીની જન્મજયંતિની અનોખી ઊજવણી
ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નિગમ અને નાયબ નિયામકશ્રી વિચરતી જાતિ સુરતના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીના આદર્શોને ચરિતાર્થ કરતો અનોખો કાર્યક્રમ યોજાયો. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઊજવણી કાર્યક્રમમાં વંચિતોના વિકાસના મહામંત્રને સાકાર કરતા વિવિધ યોજનાઓની જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગાંધીજીનો સંદેશ નાગરિકો સુધી પહોંચે અને આત્મસાત કરે તે હેતુથી પ્રભાત ફેરી અને નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમનાં અધ્યક્ષ શ્રી લક્ષ્મણભાઇ પટણી, એમ.ડી. શ્રી દિવ્યંકા જાની, ભાજપ યુવા સંઘના પ્રમુખ શ્રી કેયુરભાઇ ચપટવાલા, સુરત જિલ્લા નાયબ નિયામક શ્રી રમેશભાઇ બલદાણીયા સહિત વિચરતી-વિમુક્ત જાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.