Western Times News

Gujarati News

અમરેલીના રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન 

ગરીબ-વંચિત-છેવાડાના માનવીને વિનામૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડવામાં ‘મા’ વાત્સલ્યમ-‘મા’ અમૃતમ યોજના અસરકારક-સરળ સેવા માધ્યમ બની છે:-મુખ્યમંત્રીશ્રી

રાજકોટને મળેલ એઇમ્સથી સૌરાષ્ટ્રભરના દર્દીઓને  અદ્યતન-ઉત્તમ સારવાર પ્રાપ્ત થશે:- શ્રી વિજયભાઇ રૂપાણી

દર્દીનારાયણોને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ઘર-આંગણે આરોગ્ય સેવા પૂરી પાડશે:-નાયબ મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ (Vijay Rupani CM Guajrat) રાજ્યના ગરીબ અને અંતરિયાળ વિસ્તારના છેવાડાના માનવીને અદ્યતન આરોગ્ય સેવાઓ નિઃશૂલ્ક મળી રહે તે માટે ‘મા’ અમૃતમ, ‘મા’ વાત્સલ્યમ (Maa Amrutam & Maa Vatsalyam) જેવી યોજનાઓ સરળ અને અસરકારક માધ્યમ બની છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ અમરેલીના રાજૂલામાં રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન (Ramkrishna Aarogya Seva Trust organised mahatma gandhi Aarogya mandir at Rajula, Amreli) સંપન્ન કર્યુ હતું.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ (Nitin Patel), પ્રખર રામાયણી સંત શ્રી મોરારીબાપૂ Morari Bapu અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી Jitu Vaghaniઆ અવસરના સાક્ષી બન્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય સંસ્થાઓને અપાતા લાભ વિશે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલનો ભાર ઘટાડવાનું કામ ટ્રસ્ટની હોસ્પિટલો કરી રહી છે. આવી નિઃશૂલ્ક સારવાર કરનારી સંસ્થાઓ સરકારની હોસ્પિટલો-આરોગ્ય સેવાઓને પૂરક બની છે. સરકાર આવી સંસ્થાઓનો રીકરીંગ ખર્ચ આપે છે. સવા કરોડનો આવો ખર્ચ આપી વિવિધ આરોગ્ય સંસ્થાઓને સહકાર આપ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.

રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારોમાં પણ મેડિકલ કોલેજો બનાવીને અદ્યતન આરોગ્ય સેવાઓ ગ્રામીણ વિસ્તારોમાં પહોચાડવા પ્રતિબધ્ધ છે એમ તેમણે કહ્યું હતું.       ભારત સરકારે રાજકોટને એઇમ્સ આપી છે તેનો જેનો લાભ સૌરાષ્ટ્રના દર્દીઓને પ્રાપ્ત થશે. એમ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે દર્દીનારાયણોની સેવા માટે બનનાર આરોગ્ય મંદિર માટે દાતા, આયોજકો અને ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નવી હોસ્પિટલથી રાજુલા-સાવરકુંડલાના Rajula Savarkundla દર્દીઓને ભવિષ્યમાં ઘર આંગણે જ સગવડ પ્રાપ્ત થશે. રાજયની જનતા સ્વસ્થ અને નિરોગી રહે તે માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી આરોગ્ય સેવાકાર્ય કરી રહી છે ગુજરાતમાં હોસ્પિટલો માટે દાન આપનાર દાતાઓની સરાહના પણ નાયબ મુખ્યમંત્રીશ્રી એ કરી હતી.

સંત પૂજ્ય મોરારીબાપુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિની આપણે સૌએ ઉજવણી તા. ૨ જી ઓક્ટોબરના રોજ કરી છે. જ્યારે ૩ જી ઓક્ટોબરે ગાંધીજીના વિચારોને કાર્યાન્વિત કરવાનું કામ રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ના નિર્માણ થકી થઈ રહ્યું છે. માનવીને સ્વસ્થ તંદુરસ્ત કરવા સંસ્થા દ્વારા સુંદર કાર્ય થઈ રહ્યું છે તે અભિનંદનીય છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેરે (Der Amrish) મહાનુભવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. હરેશભાઇ મહેતાએ  Haresh Mehta કાર્યક્રમની રૂપરેખા બાંધી હતી. અનિલભાઈ મહેતા, અજયભાઈ મહેતા, પૂર્વ મુખ્ય સચિવશ્રી પી. કે. લહેરીએ (Former Chief Sec. P. K. Laheri) પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. નિલાબેન સંઘવીના પુસ્તક ‘સંબંધોનું વિશ્વ’નું પરમ પૂજ્ય મોરારી બાપુએ વિમોચન કર્યું હતું.

પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, Jawahar Chavda, Paresh Dhanani, વિધાનસભા વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, સાંસદશ્રી પૂનમબેન માડમ Punam Madam, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા naran Kachhadia, સર્વ ધારાસભ્યશ્રીઓ, વિવિધ સંસ્થાઓના સંતો, મહંતો સહિતના મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં નાગરિકો-આમંત્રીતો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.