Western Times News

Gujarati News

મહિલા વ્યવસાયિક માલિકોમાં 13.9 ટકાનો વધારો થયોઃ રિપોર્ટ

ઉદ્યોગ સાહસિકતામાં લિંગભેદ વર્ષ-દર-વર્ષ ઘટ્યો; વર્ષ 2020ની સામે વર્ષ 2021માં મહિલા વ્યવસાયિક માલિકોમાં 13.9 ટકાનો વધારો થયોઃ ઇન્સ્ટામોજોનો રિપોર્ટ

·         ઇન્સ્ટામોજો પર થતાં કુલ ઓનલાઇન વ્યવસાયોમાંથી 40 ટકાથી વધારે મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા સંચાલિત છે

·         વર્ષ 2022માં ડેટા પારદર્શકતા, સસ્ટેઇનેબલ પેકેજિંગ અને આરોગ્યવર્ધક ઉત્પાદનો પર ધ્યાન વધશે

·         સોશિયલ કોમર્સમાં વધારો અને મોબાઇલ-ફર્સ્ટ અર્થતંત્રમાં વૃદ્ધિ એકબીજા સાથે સીધો સંબંધ ધરાવે છે; ઇન્સ્ટામોજોએ ફોન પરથી લોગિન કરતાં નવા યુઝર્સમાં 23 ટકાનો વધારો જોયો

ભારતની ડી2સી અને લઘુ વ્યવસાયના માલિકો માટે સૌથી મોટી ફૂલ-સ્ટેક ડિજિટલ સોલ્યુશન્સ પ્રોવાઇડર ઇન્સ્ટામોજોએ ડીટીસી ઇકોમર્સ સ્પેસમાં વિવિધ ટ્રેન્ડ અને ઘટનાક્રમને સમજવા એના પ્લેટફોર્મ પર એક અભ્યાસ હાથ ધર્યો હતો.

‘ઇન્ડિયન ડીટીસી બ્રાન્ડ્સ ઇકોમર્સ આઉટલૂક 2022’ રિપોર્ટ અભ્યાસના ભાગરૂપે પ્રસ્તુત થયો છે, જેમાં વર્ષ 2021માં 20 લાખથી વધારે નાનાં વ્યવસાયોના અનુભવો પર ધ્યાન ખેંચવામાં આવ્યું છે. એમાં આગામી વર્ષ માટે 6 મુખ્ય ટ્રેન્ડની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી છે.

ડીટીસી ઓનલાઇન વ્યવસાયો માટે સંભાવના 2022 માટે આશાસ્પદ છે. હાલના ડિજિટલ ઉદ્યોગસાહસિકો અત્યારે સૌથી વધુ ગતિશીલ અને જાગૃત છે. સરકારી અને ખાનગી ક્ષેત્રો પાસેથી ઉચિત ટૂલ્સ અને ટેકો મળવાની સાથે ભારત રેકોર્ડ અને ઊંચી વ્યવસાયિક વૃદ્ધિ કરવાના માર્ગે અગ્રેસર છે.

ઇન્ડિયન ડીટીસી બ્રાન્ડ ઇકોમર્સ આઉટલૂક રિપોર્ટ 2022ના મુખ્ય તારણો

·         મહિલા-સંચાલિત વધારે ડીટીસી વ્યવસાયો પ્રકાશમાં આવશેઃ ઇન્સ્ટામોજોએ 2021માં 5,00,000+ મહિલાઓએ વેબસાઇટની વિઝિટ લીધી હોવાનું જોયું હતું. ઇન્સ્ટામોજોનો ઉપયોગ કરતાં કુલ ઓનલાઇન વ્યવસાયોમાંથી 40 ટકા મહિલાઓ દ્વારા સંચાલિત છે, જેમાં 50 વર્ષથી વધારે વયની મહિલાઓમાં રસ વધી રહ્યો છે.

·         ડેટા પારદર્શકતા પ્રત્યે ધ્યાન વધ્યું: મોટા ભાગના કિસ્સાઓમાં ઉપભોક્તાઓ તેમનો ડેટા વહેંચવાના વિરોધી હોતી નથી, તેઓ પારદર્શકતા ઇચ્છે છે.

·         સસ્ટેઇનેબલ પેકેજિંગ અને સ્વાસ્થ્યવર્ધક ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિતઃ ઉપભોક્તાઓમાં જાગૃતિ વધવાથી બ્રાન્ડ્સમાંથી તેમની અપેક્ષાઓ પણ સૌથી વધુ છે.

વર્ષ 2022 માટેની સંભાવના પર ઇન્સ્ટામોજોના સીઇઓ અને સહ-સ્થાપક સમ્પદ સ્વેઇને કહ્યું હતું કે, “જેમ ઉદ્યોગસાહસિકો અને નાનાં વ્યવસાયો સ્વતંત્ર રીતે ઓનલાઇન વેચાણના ફાયદા વિશે વધારે વાકેફ થઈ રહ્યાં છે, તેમ અમે આગામી ત્રિમાસિક ગાળાઓમાં ડીટીસી મોડલ વ્યવસાયિક વૃદ્ધિને નોંધપાત્ર વેગ આપશે એવી અપેક્ષા રાખી શકીએ.

છેલ્લાં એકથી બે વર્ષમાં ડિજિટાઇઝેશન અને ઉપભોક્તાના અભિગમમાં પરિવર્તન એમ બંને પરિબળોએ નાનાં વ્યવસાયોને ઓનલાઇન આવવા અને/અથવા ઓનલાઇન કામગીરી વધારવાની ફરજ પાડી છે. આ મોરચે મહામારી પછીની દુનિયામાં વ્યવસાયની વૃદ્ધિને ફરી વેગ આપવા ડીટીસી મોડલ અસરકારક સમાધાન બની શકશે.

આ ક્ષેત્રમાં ડિજિટલ વૃદ્ધિને જોવી આનંદદાયક છે, જે મુખ્યત્વે પરંપરાગત વ્યવસાયિક મોડલ્સ દ્વારા પરિભાષિત થાય છે. અમે ડીટીસી વ્યવસાયોથી ઓનલાઇન માધ્યમો તરફ સ્થળાંતરણ જોઈએ છીએ એટલે અમારો ઉદ્દેશ 250,000થી વધારે નાનાં વ્યવસાયોના માલિકોની વૃદ્ધિની સફરને ટેકો આપવાનો છે, કારણ કે તેઓ સ્વતંત્ર અને ડિજિટલ બનવા આતુર છે.”

આગામી વર્ષમાં 6 મુખ્ય ડીટીસી બ્રાન્ડ ઇકોમર્સ ટ્રેન્ડ જોવા મળશે:

1.       ઉપભોક્તાઓ ડીટીસી બ્રાન્ડથી વધારે વાકેફ થયા છે

વર્ષ 2022માં ઉપભોક્તા સેન્ટિમેન્ટ કેન્દ્રસ્થાને હશે.

–          જેમ ઇ-કોમર્સમાં વૃદ્ધિ થઈ રહી છે, તેમ બ્રાન્ડ્સ વેચાણ થતા ઉત્પાદન પ્રત્યે અને તેઓ કેવી રીતે વેચાણ કરી રહ્યાં છે એને લઈને વધારે સભાન થશે

–          સસ્ટેઇનેબિલિટી પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત થશે, ઉત્પાદનની સાથે સંપૂર્ણ સપ્લાટ ચેઇન માટે.

–          ઉપભોક્તાઓ ઉત્પાદન ‘ક્યાંથી’ આવે છે એનાથી વધારે વાકેફ થઈ રહ્યાં છે. વધુને વધુ ભારતીયો ઔદ્યોગિક કારખાનાના ઉત્પાદનો કે બહુરાષ્ટ્રીય કોર્પોરેટ બ્રાન્ડ્સને બદલે સ્થાનિક અને નાનાં વ્યવસાયોને ટેકો આપવા ઇચ્છે છે.

2.       ડીટીસી બ્રાન્ડ્સ ગ્રાહકની સફર પર નિયંત્રણ મેળવશે

ઇકોમર્સ ઇન્ટરનેટ પર થતાં કમર્શિયલ વ્યવહારોમાંથી પર્સનલાઇઝ, વધારે કસ્ટમાઇઝ સફરમાં પરિવર્તન થયું છે, જે વધારે માનવીય લાગણીનો અનુભવ કરાવે છે. અત્યારે બ્રાન્ડ્સ એવા સંસાધનોમાં રોકાણ કરશે, જે ગ્રાહકનો સંપૂર્ણ અનુભવ સરળ અને ઝડપી બનાવશે.

–          ભારતના એક અગ્રણી ટેક-સક્ષમ લોજિસ્ટિક્સ અને ઓર્ડર પૂર્ણ કરતા પ્લેટફોર્મે એના પ્લેટફોર્મ પર બોર્ડ પર આવેલા સ્વતંત્ર વિક્રેતાઓની સંખ્યામાં 60 ટકાની વૃદ્ધિ જોઈ હતી. ડીટીસી બ્રાન્ડ્સમાં વધારાનો આ સ્પષ્ટ સંકેત છે

–          ડીટીસી બ્રાન્ડ્સ SEOના પાવરમાં વધારે રોકાણ પણ કરશે

–          ઉપભોક્તા દ્વારા હાયપર-પર્સનલાઇઝેશન અને તાત્કાલિક આનંદ માટેની જરૂરિયાત ડીટીસી બ્રાન્ડ્સને પસંદગીની ચેનલ કે ઇકોમર્સ બનાવે છે

3.       SEO સૌથી વધુ મહત્વપૂર્ણ માર્કેટિંગ ચેનલ બનશે

–          SEO મેટા ટેગ ફીચર્સ ઇન્સ્ટામોજો પર બીજું સૌથી વધુ લોકપ્રિય પ્રીમિયમ ફીચર છે, જે સંકેત આપે છે કે, ઓનલાઇન સ્ટોરના માલિકો ઉપભોક્તાઓ સુધી સીધા પહોંચવા તેમની પોતાની વેબસાઇટ અને SEO કુશળતાઓ પર નિર્ભર છે

–          SEO વર્ષ 2022માં ભારતમાં ડીટીસી બ્રાન્ડ્સ માટે સૌથી મોટી ફ્રી એક્વિઝિશન ચેનલ બનશે

–          SEO સાથે સોશિયલ મીડિયા બ્રાન્ડ શોધવામાં વધારે મોટી ભૂમિકા ભજવશે

–          ઓર્ગેનિક વૃદ્ધિ માટે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ લીડ લેશે. આ વૃદ્ધિનું નેતૃત્વ યુટ્યુબ લેશે.

4.       ઉપભોક્તાના દ્રષ્ટિકોણથી ઇ-કોમર્સ માટે સોશિયલ કોમર્સ પસંદગીની ચેનલ બનશે

નવી અનેક ડીટીસી બ્રાન્ડ્સ વાકેફ છે કે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર વેચાણ નફાકારક પસંદગી છે.

–          ઇન્સ્ટામોજોએ ફોન પરથી લોગ ઇન થયેલા નવા યુઝર્સમાં 23 ટકાનો વધારો જોયો હતો

–          ઇન્સ્ટામોજો પર 40 ટકા ઉદ્યોગસાહસિકો વર્ષ 2021માં જોડાયા હતા, જેઓ સોશિયલ મીડિયા પર બિઝનેસ પ્રોફાઇલ ધરાવતા હતા

–          વર્ષ 2022માં પ્રભાવશાળી માર્કેટિંગ, ખાસ કરીને પાયાના સ્તરે પ્રભાવશાળી માર્કેટિંગ પર બજેટમાં મોટો વધારો જોવામાં આવશે, કારણ કે તેઓ આકર્ષક કેટેગરીઓ પર વધારે પકડ ધરાવે છે

–          મોલ અનુભવનું રેપ્લિકેશન કરવા લોકો ખરીદી કરવા સોશિયલ મીડિયા પર લાઇવ સ્ટ્રીમ પસંદ કરે છે, ત્યારે સમુદાયથી અલગ હોવાની લાગણી અનુભવે છે

5.       આવક-આધારિત નાણાકીય બાબતો કેન્દ્રસ્થાને આવશે

–          સ્વદેશી અને સ્વતંત્ર વ્યવસાયોની સંખ્યા વધવાથી પરંપરાગત વેન્ચર મૂડીને બદલે આવક-આધારિત નાણાકીય બાબતો તરફ નોંધપાત્ર પરિવર્તન પણ જોવા મળશે

–          સોશિયલ કોમર્સમાં વધારા સાથે ઉપભોક્તામાં જાગૃતિ વધવાથી વર્ષ 2022 ભારતીય ડીટીસી બ્રાન્ડ્સ માટે સોનેરી વર્ષ બનશે

6.       ડીસીટી બ્રાન્ડ્સ પર્ફોર્મન્સ માર્કેટિંગ પર 40 ટકાથી વધારે ખર્ચ કરશે

–          સ્વદેશી સ્વતંત્ર ડીટીસી બ્રાન્ડ્સ તેમની બ્રાન્ડની પહોંચ વધારવા ડિજિટલ જાહેરાતોની ક્ષમતાનો ઉપયોગ કરી રહી છે

–          ડીટીસી બ્રાન્ડ્સ વર્ષ 2022માં સફળતાપૂર્વક કામગીરી વધારશે, જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જ નિર્ભરતા ઘટાડવાની રીતો ઓળખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.