Western Times News

Gujarati News

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઉભેલા વિમાન આગળ બળીને ખાક થયું ટ્રેક્ટર

મુંબઇ, સોમવારે મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીં મુસાફરોથી ભરેલી ફ્લાઇટને પુશબેક આપતા વાહન (ટ્રેક્ટર)માં અચાનક આગ ફાટી નીકળી હતી. અકસ્માત ફ૨૬ઇ સ્ટેન્ડ પર થયો હતો. આ વાહન મુંબઈથી જામનગરની ફ્લાઈટને પુશબેક આપવાનું હતું. વાહનમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

જણાવવામાં આવી રહ્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ AIC-૬૪૭ મુંબઈ જામનગરને પુશબેક કરતા વાહનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. તે સમયે વિમાનમાં ૮૫ લોકો સવાર હતા. અકસ્માત સમયે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાેકે, એરપોર્ટ પ્રશાસને તત્પરતા દાખવીને આગને ઝડપથી કાબુમાં લીધી હતી. આ દરમિયાન ફ્લાઈટને કોઈ નુકસાન થયું નથી. વિમાને ૧૨.૦૪ વાગ્યે ઉડાન ભરી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પ્લેનને ધક્કો મારતું ટ્રેક્ટર હતું. એર ઈન્ડિયાની આ ફ્લાઈટને પુશબેક કરવા માટે આ ટ્રેક્ટર લાવવામાં આવ્યું હતું. આ ટ્રેક્ટર પ્લેનની એકદમ નજીક ઊભું હતું. ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી.

આગ કેવી રીતે લાગી તે અંગે ઓથોરિટીએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. આ ઘટના પોતાનામાં એક નવા પ્રકારની છે. જાેકે ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી હતી. આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.