“ભાભીજી ઘર પર હૈ”માં વિભૂતિ નારાયણ બની ગયો અંગૂરીનો ભાઈ
એન્ડટીવી પર “ભાભીજી ઘર પર હૈ” એ તેના અદભુત અને મજેદાર વળાંકો સાથે દર્શકોને ક્યારેય નિરાશ કર્યા નથી. આગામી દ્રશ્ય પણ અલગ નથી અને નિર્માણકારોએ ફરી એક વાર દર્શકોને મંત્રમુગ્ધ કરવાની યોજના બનાવી છે.
સેટ પરથી લિટર બર્ડીએ અમને માહિતી આપી કે અંગૂરીભાભી (શુભાંગી અત્રે) આગામી વાર્તામાં ગર્ભવતી બનશે ત્યારે નટખટ વિભૂતિ નારાયણ (આસીફ શેખ) તેનો ભાઈ તરીકે જોવા મળશે!
વાર્તા અંગૂરી આસપાસ વીંટળાયેલી છે, જે તિવારી (રોહિતાશ ગૌર)ને જાણ કરે છે કે તે ગર્ભવતી છે અને તિવારી આ જાણીને ખુશીથી ઘેલો બની જાય છે. જોકે તિવારી અંગૂરી પાસે એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે જો તેનો સાળો હોત તો તે ધંધો સંભાળતે અને પોતે અંગૂરી સાથે વધુ સમય વિતાવી શકતે.
અંગૂરીની ગર્ભાવસ્થાના સમાચાર ફેલાતાં તેનો પિતા ભૂરે લાલ રાકેશ બેદી) તેની સાથે ઉજવણી કરવા આવે છે અને તેઓ બેસીને વાત કરતા હોય ત્યારે ભૂરે કહે છે કે અંગૂરીને જુત્તન નામે ભાઈ હતો જે જન્મથી જ ગુમ થઈ ગયો છે. દરમિયાન મિશ્રાના ઘરમાં દાયીમા હેલન (પ્રતિમા કાઝમી)ને કહે છે કે વિભૂતિ તેનો પુત્ર નથી.
વિભૂતિ આ વાત સાંભળે છે. અંગૂરીની ગોદભરાઈમાં નિરાશ વિભૂતિ તિવારીનું અપમાન કરે છે, જે તેને જમીન પર પટકે છે અને તેને ઘરમાંથી બહાર કરવા પ્રયાસ કરે છે. જોકે તે સમયે વિભૂતિની ગરદન પર ભૂરેને ખાનદીની નિશાની જોવા મળે છે અને દાવો કરે છે કે વિભૂતિ જ તેનો ગુમ થયેલો પુત્ર છે અને અંગૂરીની ગુમ થયેલો ભાઈ જુત્તન છે!
શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભી કહે છે, “આ મોજીલું અને રોચક દ્રશ્ય છે અને દર્શકો તે જુએ ત્યારે પેટ પકડીન હસશે. ખાસ કરીને વિભૂતિ અંગૂરીનો ભાઈ છે એવું જાણે ત્યારે તે કેવી હરકતો કરે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે. જોકે આ સચ્ચાઈ છે કે પછી સાળો મેળવવા માટે તિવારી દ્વારા ઘડવામાં આવેલું આ નાટક છે તે જાણવાની મજા આવશે?”