મોડાસામાં ક્રેડિટ સોસાયટીના વ્યક્તિ કમિટી સભ્યોનો શિક્ષણ તાલીમ વર્ગ યોજાયો

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે મોડાસામાં ક્રેડિટ સોસાયટીઓના વ્યક્તિ કમિટી સભ્યોનો શિક્ષણ તાલીમ વર્ગ યોજાયો હતો.જેમાં મોડાસાની ધિરાણ મંડળીઓના ચેરમેનો,એમ.ડી.આંતરિક ઓડિટર સહિત ડિરેક્ટરો(વ્યક્તિ કમિટિ સભ્યો)ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ એક દિવસીય વ્યક્તિ કમિટી સભ્યોનો શિક્ષણ અને તાલીમ વર્ગ સંપન્ન થયો હતો.
આણંદ જિલ્લા સહકારી સંઘના નિવૃત્ત એક્ઝિક્યુટિવ ઓફિસર સુરેશભાઇ પટેલે ‘કો.ઓપ.સોસાયટીઓમાં ટોપ મેનેજમેન્ટ તથા ૨૦૧૩ તથા ૨૦૧૫ના સહકારી કાયદામાં થયેલા સુધારાને અનુરૂપ ક્રેડિટ સોસાયટીઓના બાયલોઝમાં સુધારા ’ વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું
અને વિષયની ઉંડાણપૂર્વક સમજ આપી હતી.તાલીમ વર્ગમાં મળેલી જાણકારી અંગેનો પ્રતિભાવ આપતા બ્રહ્મર્ષિ સોસાયટીના આંતરિક ઓડિટર રાજેન્દ્રભાઇ રાવલે જણાવ્યું કે આવા વર્ગોમાં ધિરાણ મંડળીઓ માટે ઘણું ઉપયોગી માર્ગદર્શન અને જાણકારી મળી રહે છે,
આવા વર્ગોની તેમણે સરાહના કરી હતી.આ વર્ગમાં બ્રહર્ષિ કો.ઓપ.ક્રેડિટ સોસાયટીના ચેરમેન કમલેશભાઈ જાેશી,યમુના ક્રેડિટ બચત કો.ઓપ.સોસાયટીના એમ.ડી.ભાવેશભાઈ શેઠ,કટલરી કરીયાણા મર્ચન્ટ શરાફી સ.મંડળી લી.ના ડિરેકટર મુકુંદભાઈ શાહ સહિત ક્રેડિટ સોસાયશનના ડિરેક્ટરો હાજર રહ્યા હતા.
આ તમામનું અધ્યક્ષ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ તાલીમ વર્ગનું સંચાલન અને આભાર દર્શન સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર હરિપ્રસાદ જાેશીએ કર્યું હતું.તાલીમ વર્ગની વ્યવસ્થા સંઘના કર્મી. યાજ્ઞિક પટેલે સંભાળી હતી.