Western Times News

Gujarati News

ગાંધીનગરના સેકટરો ઉપરાંત આસપાસના ગામોમાં પણ ગટરો ઉભરાવવાની સમસ્યા શિરદર્દ

પ્રતિકાત્મક

ધોળાકુવા રામનગર વસાહતમાં ગટરો ઉભરાવવાની સમસ્યાથી રહીશો ત્રાહીમામ

ગાંધીનગર, ગાંધીનગર સેકટરો ઉપરાંત આસપાસના ગામોમાં પણ ગટરો ઉભરાવવાની સમસ્યા શિરદર્દ સમાન બની છે. શહેરના સેક્ટરોમાં પણ ગટર ઉભરાતી હોવાની ફરિયાદોના લીધે દુષિત પાણી ફરી વળતુ હોવાની સાથે ગંદકી થતી હોવાના દ્રશ્યો વારંવાર જાેવા મળે છે. જ્યારે ધોળાકુવા ગામમાં પણ રામનગર વસાહતમાં લાંબા સમયથી ગટરો
ઉભરાતી હોવાના મામલે સ્થાનિકોમાં રોષ પ્રવર્તયો છે. આ મામલે ત્વરિત પગલાં લેવાય તે અનિવાર્ય છે.

ગાંધીનગરમાં દાયકાઓ જુની ગટર લાઈન સેક્ટરના વસતી અને વિકાસ મુજબ પર્યાપ્ત ન હોવાથી સિરદર્દ સમાન બની છે. વર્ષાે જુની લાઈનમાં વારંવાર ભંગાણ થવાની સાથે લીકેજીસની સમસ્યા પણ પેચીદો બને છે. તંત્ર દ્વારા અપુરતા મેન પાવર અને મશીનરી વચ્ચે જુની લાઈનમાં વારંવાર ઉઠતી ફરિયાદોને ડામવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

પરંતુ ગટર લાઈન ખુબ જ જુની હોવાના લીધે ઘણીવાર એક સાંધો ત્યાં તેર તુટે જેવી સ્થિતિ સર્જાય છે. શહેરમાં સમયાંતરે ઉઠતી ગટરો ઉભરાવવાની ફરિયાદો સ્થાનિકો માટે રોષનું કારણ બની છે. ત્યારે ગટર લાઈનની આ સમસ્યાના કાયમી નિવારણ માટે સ્માર્ટ સીટીના પ્રોજેક્ટ અન્વયે નવી લાઈન નાંખવાનું પણ આયોજન કરાયું છે.

જ્યારે આ અન્વયે ટૂંકમાં કામગીરી પણ દિનપ્રતિદિન ઉઠતી રહે છે. સે-૩બીમાં પણ છેલ્લા ઘણાં સમયથી ગટરો ઉભરાવવાની ફરિયાદ સ્થાનિકો માટે શિરદર્દ બની છે. જ્યારે સેક્ટરો ઉપરાંત આસપાસના ગામોમાં પણ ગટરની સમસ્યા ઉઠતી રહે છે.

ધોવાકુવામાં પણ આવી જ સ્થિતિ છે. ધોળાકુવા રામનગર વસાહતમાં પણ લાંબા સમયથી ગટરો ઉભરાતા રહીશો પરેશાન છે. ગટરના દૂષિત પાણી ફરી વળતા સ્થાનિકો ત્રાહીમામ છે. શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગટરની સમસ્યા પેચીદી બનતી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.