મૂંગા પશુઓના મોંઘવારી નડીઃ ઘાસચારાના ભાવ પણ આસમાને

બનાસકાંઠાઃ ૫ રૂપિયે કિલો મળતો ઘાસચારો હાલ ૧૨ના ભાવે વેચાય છે
સતત વધતા ભાવ વધારાને લઇ પશુપાલકોએ હાલત કફોડી થતાં સરકાર પાસે સહાયની માંગ
પાલનપુર, પશુ પાલન તેમજ ખેતીના વ્યવસાય પર નિર્ભય બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી નહિવત વરસાદને લઇ પાણીના તળ ઉંડા ગયા છે. બનાસકાંઠામાં ખેડૂતો પાણી વગર પાક વાવવાની વાત તો દૂર પરંતુ ઘાસ ચારાનું વાવેતર પણ ખેડૂતો કરી શકે તેમ નથી જેથી હાલ જે ખેડૂતો પશુપાલકો પશુ રાખી દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમની હાલત કફોડી બની ગઈ છે.
આ અંગે વધુ વિગતો આપતાં અમારા બનાસકાંઠા જિલ્લાના સંવાદદાતા હરેશ જી જાેશી પાનપુરનો અહેવાલ જણાવે છે કે, બનાસકાંઠામાં ગત વર્ષે પણ નહિવત વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે જિલ્લાના ડેમો તેમજ તળાવો પણ ખાલી જાેવા મળી રહ્યા છે.
હવે કમોસમી વરસાદ થતાં ખેડૂતો અને પશુપાલકો માટે પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. જાેકે પશુઓને ખવડાવવા માટે હાલ પશુપાલકો સુકો ઘાસચારો લાવી રહ્યા છે. પરંતુ સુકો ઘાસ ચારોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જેમાં એક વર્ષ પહેલાં ૪થી ૫ રૂપિયે કિલોના ૧૦થી ૧૨ રૂપિયા ભાવે વેચાઈ રહ્યો છે.
એટલે કે ઘાસ ચારાના ભાવ ડબલ થઈ ગયો છે જે ઘાસ ચારાને લઇ હાલ પશુ પાલકો ચિંતામાં મુકાયા છે જેને લઇ જિલ્લાના ધાનેરા દાંતીવાડા પાલનપુર વડગામ અમીરગઢ સહિત તાલુકાઓમાં કોઈ નહેર જ નથી જેથી પાણી વગર લીલો ઘાસ ચારો પશુ પાલકો વાવી શકતા નથી.
ત્યારે પશુઓ માટે સુકો ઘાસ ચારો લાવવો પડે છે. પરંતુ હવે સૂકા ઘાસ ચારાના ભાવ વધતા પશુ પાલકો માટે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે પશુ પાલકો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.