ડુક્કરનું હૃદય 57 વર્ષના વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું

Photo: Twitter
(એજન્સી) વોશિંગ્ટન, મેડિકલ ક્ષેત્રમાં એક ખૂબ જ મહત્વની કહી શકાય તેવી ઘટનામાં યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા મનુષ્યમાં ડુક્કરનું જિનેટિકલી મોડિફાઈડ હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જે વ્યક્તિ પર આ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે તેમની ઉંમર ૫૭ વર્ષ છે. U.S. surgeons transplant pig heart into 57 year old human patient
Dr. Bartley Griffith provides patient insights after historic first successful transplant of porcine heart into adult human. https://t.co/h2GsyFC4t2 #pigheart #xenotransplant pic.twitter.com/TLBS7kyZfM
— University of Maryland School of Medicine (@UMmedschool) January 11, 2022
તેઓ એક જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, મેરીલેન્ડના રહેવાસી ડેવિડ બેનેટની તબિયત હાલ ઘણી સારી છે. તેમના પર ત્રણ દિવસ પહેલા સર્જરી કરવામાં આવી હતી. તેમના શરીરમાં જે હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે તે સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. આ ઉપરાંત તેના પલ્સ અને પ્રેશર પણ બિલકુલ માનવ હ્રદય જેવા જ છે. University of Maryland School of Medicine Faculty Scientists and Clinicians Perform Historic First Successful #Transplant of Porcine Heart into Adult Human with End-Stage Heart Disease
જાેકે, દર્દીને હજુય હાર્ટ-લંગ બાયપાસ મશીનના સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. સર્જરી પહેલા તેમને તેના પર રખાયા હતા. ડૉક્ટર્સનું કહેવું છે કે નવું હ્રદય મોટાભાગનું કામ કરી રહ્યું છે. અત્યારસુધી રિજેક્શનના કોઈ લક્ષણ નથી દેખાયા. મંગળવાર સુધીમાં દર્દીને મશીન સપોર્ટ પરથી હટાવી લેવાય તેવી શક્યતા છે.
આ ઓપરેશન જેમની આગેવાનીમાં થયું છે તેવા ડૉ. બાર્ટલે પી. ગ્રિફિથના જણાવ્યા અનુસાર, મેડિકલ ટીમ ખૂબ જ સાવધાનીથી વર્તી રહી છે. દુનિયાની આ પ્રકારની પહેલી સર્જરીને લઈને અમે ખૂબ આશાવાદી છીએ.
તેનાથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરુરિયાત ધરાવતા ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે એક નવી જ આશા જન્મી છે. અગાઉ પણ ડુક્કરના હાર્ટ વાલ્વ તેમજ સ્કીન સહિતના કેટલાક અંગ અને કોષ માનવીમાં ઈમ્પ્લાન્ટ કરાઈ ચૂક્યા છે. જાેકે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની આ પહેલી ઘટના છે. પ્રાણીના અંગને મનુષ્યમાં ટ્રાન્સ્પ્લાન્ટ કરવાની પ્રક્રિયાને ઝેનોટ્રાન્સ્પ્લાન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. જેના જનક પાકિસ્તાની-અમેરિકન ડૉ. મોહમ્મદ મોહિયુદ્દિન મનાય છે.
કરાચીની ડૉ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા ડૉ. મોહમ્મદની સાથે ડૉ. ગ્રિફિથે ઝેનોટ્રાન્સ્પ્લાન્ટેશનનો પ્રોગ્રામ શરુ કર્યો હતો. જેના ભાગરુપે આ સર્જરી કરવામાં આવી હતી. જે દર્દી પર આ સર્જરી કરાઈ તેમનામાં હ્યુમન હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટ કરી શકાય તેવી કોઈ શક્યતા નહોતી. તેમને છ સપ્તાહ પહેલા એડમિટ કરાયા હતા,
અને ત્યારથી તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. એટલું જ નહીં, તેમના હ્રદયના ધબકારા પણ અનિયમિત હોવાના કારણે તેઓ આર્ટિફિશિયલ હાર્ટ પમ્પના સહારે પણ જીવીત રહી શકે તેમ નહોતા.