ગીતા રબારીએ ઉત્તરાયણની ઉજવણી કરવા ‘મારી પતંગ KDMને સંગ’ શરૂ કર્યું અભિયાન
મોબાઈલ એક્સેસરીઝની અવ્વલ બ્રાન્ડ કેડીએમ ઇન્ડિયાએ ગુજરાત રાજ્ય માટે ગીતા રબારીની બ્રાન્ડ રિપ્રેઝન્ટેટિવ તરીકે કરી નિમણૂક
અમદાવાદ, અગ્રણી કન્ઝ્યુમર લાઇફસ્ટાઇલ અને મોબાઇલ એક્સેસરીઝ બ્રાન્ડ કેડીએમ ઇન્ડિયાએ ગુજરાતના લોકપ્રિય લોકગાયિકા ગીતાબેન રબારીને ગુજરાત માટે એની બ્રાન્ડ રિપ્રેઝન્ટેટિવ તરીકે નિમણૂક કરી છે. આની સાથે જ ગીતાબેન રબારી ઉત્તરાયણની ઉજવણી કરતાંની સાથે સાથે કેડીએમ બ્રાન્ડને ‘મારી પતંગ કેડીએમને સંગ’ને પ્રમોટ કરતાં જોવા મળે છે.
સામાન્ય રીતે ઉત્તરાયણ તહેવાર પતંગ ચગાવવા સાથે સંકળાયેલો છે. સમગ્ર ભારતમાં અને તેમાંય ખાસ કરીને પશ્ચિમ ભારતમાં ઉત્તરાયણને વધુ ઉત્સાહથી મનાવવામાં આવે છે. લોકો પરંપરાગત ‘ઉંધિયુ’, ‘ખીચડો’, ‘ચીકકીઓ’ બનાવે છે અને ગીત સંગીત સાંભળતા સાંભળતા પોતાના ઘરની અગાશીઓ પરથી પતંગ ચગાવે છે. એટલે મ્યુઝિક વિના આ તહેવાર અધૂરો છે એમ ચોક્કસપણે કહી શકાય.
આ વિશે ગીતાબેન રબારીએ કહ્યું હતું કે, “હું કેડીએમ ઇન્ડિયા સાથે જોડાણની જાહેરાત કરતા ખુશી અનુભવું છું. આપણા પરંપરાગત ગુજરાતી ગીતો સાથે આજની યુવા પેઢી જોડાય તે માટે સાંસ્કૃતિક ગીતોને ફ્યુઝન વર્ઝનમાં રજૂ કરીને તે ગીતોને વધારે કર્ણપ્રિય બનાવવા આતુર છું.
મેં જોયું છે કે, અત્યારે સૌથી વધુ લોકો નાણાં સામે ગુણવત્તાયુક્ત અને મૂલ્ય સંવર્ધિત (વેલ્યુ ફોર મની- કવોલિટી પ્રોડક્ટ) ઉત્પાદનો મેળવવા જાગૃત થયા છે. ઉત્તરાયણનો તહેવાર મ્યુઝિક સાંભળ્યા વિના અધૂરો છે અને કેડીએમના ઉત્પાદનો મ્યુઝિકની મજા માણવા માટે સર્વશ્રેષ્ઠ છે. એટલે ‘મારી પતંગ કેડીએમના સંગ’ અભિયાન સાથે હું દરેક ગુજરાતીઓને પતંગ ચગાવવાની સાથે સાથે મ્યુઝિક સાંભળવા માટે કેડીએમની મોબાઈલ એક્સેસરીઝના યુઝર બનવા અપીલ કરું છું.”
‘કચ્છી કોયલ’ તરીકે જાણીતા ગીતાબેન રબારી પ્રસિદ્ધ ગુજરાતી લોકગાયિકા છે. નાની ઉંમરમાં જ આ ગાયિકાએ ઘણાય લોકપ્રિય મ્યુઝિક આલ્બમ આપ્યાં છે તથા તેઓ ગુજરાત અને વિદેશમાં ગુજરાતી લોકગીતોનું લાઇવ પર્ફોર્મન્સ આપવા માટે જાણીતા છે. તેમણે પોતાના હૃદયસ્પર્શી ગીતો અને ભજનો સાથે પ્રશંસકોનો બહોળો વર્ગ ઊભો કર્યો છે.
કેડીએમ ઇન્ડિયાના સ્થાપક નીલેશ માલીએ કહ્યું હતું કે, “ગીતાબેન રબારી ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયકોમાંના એક છે અને લોકસંગીતમાં તેમનાં ઉત્કૃષ્ટ પ્રદાને સમગ્ર દુનિયાના સંગીતપ્રેમીઓને આકર્ષિત કર્યા છે તથા લાખો લોકોના હૃદય જીતી લીધા છે. તેમણે અનેક કર્ણપ્રિય ગીતો અને ભજનોની ભેટ ધરી છે.
અમે પણ દાયકાઓથી અમારા ગ્રાહક વર્ગને વફાદાર એવી કેડીએમ બ્રાન્ડ બનાવી છે. ગીતાબેનનો કર્ણપ્રિય અવાજ અને કેડીએમનાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પતંગપ્રેમીઓને ઉત્કૃષ્ટ મ્યુઝિકની મજા આપશે. આ રીતે તેમના ઉત્તરાયણના ઉત્સાહમાં કેડીએમના ઉત્પાદનો સાથે સોનામાં સુગંધ ભળી જશે.”
કેડીએમ ઇન્ડિયાના સહ-સ્થાપક ભંવરલાલ સુથારે કહ્યું હતું કે, “અમારા માટે KDM = કરો દિલ કી મરજી છે. દરેક વ્યક્તિ પોતાના અંદરના આનંદને દિલ ખોલીને વ્યક્ત કરવા ઇચ્છે છે. પણ બહારના દબાણો અને જવાબદારીઓને કારણે તેમની એ ઈચ્છા હંમેશા તેમના હૃદયમાં જ રહી જાય છે.
કેડીએમના ઉત્પાદનો લોકોને મ્યુઝિક દ્વારા તેમના આનંદને વ્યક્ત કરવા અને તેમની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવા પ્રેરિત કરે છે. આ નાની નાની ઇચ્છાઓ અને આકાંક્ષાઓ છે, જે આપણને ખુશ કરે છે. કેડીએમના ઉત્પાદનો નૃત્ય કરવા, ગીતો ગાવા, ચિત્ર દોરવા, બ્લોગિંગ વગેરે જેવા શોખ સંતોષવા પ્રેરિત કરે છે.”
કેડીએમ એક બ્રાન્ડ છે, જે એક દાયકાથી અગ્રણી લાઇફસ્ટાઇલ અને મોબાઇલ એક્સેસરીઝ તરીકે સ્થાપિત થઈ છે. બ્રાન્ડેડ મોબાઇલ એક્સેસરીઝ અને લાઇફસ્ટાઇલ સેગમેન્ટ અંતર્ગત વિવિધ ઉત્પાદનો વિકસાવ્યાં છે, જેમાં મોબાઇલ ચાર્જર, ઇયરફોન, સ્પીકર, નેકબેન્ડથી લઈને હેડફોન સામેલ છે.
કેડીએમ મોબાઇલ એક્સેસરીઝ સમગ્ર ભારતમાં બહોળું વિતરણ નેટવર્ક ધરાવે છે, જેના પગલે ભારતની લોકપ્રિય અને ઇનોવેટિવ મોબાઇલ એક્સેસરીઝ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ બનવાની સફરમાં અગ્રેસર છે. કેડીએમ વર્ષ 2025 સુધીમાં ‘હર ઘર કેડીએમ’નું વિઝન ધરાવે છે.