Western Times News

Gujarati News

યમનના હુતી વિદ્રોહીઓએ યુએઇનું જહાજ કબજે કરતા ૧૧માંથી ૭ ભારતીય કેદ

હુતી, યમનના હુતી વિદ્રોહીઓએ સંયુક્ત આરબ અમીરાતના રવાબી નામના જહાજને કબજે કરી લીધું છે. જેમાં કુલ ૧૧ લોકો સવાર હતા. ક્રૂમાં આ લોકોમાંથી ૭ ભારતના છે. આ જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે.

બળવાખોરોએ ૨ જાન્યુઆરીએ લાલ સમુદ્રમાં જહાજ કબજે કરી લીધું હતું. આ સ્થળ યમનના હોદેદાહ બંદર પાસે છે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ માહિતી આપી હતી કે ભારતીય પ્રશાસને ભારતના તમામ લોકોની સુરક્ષિત મુક્તિ માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

બાગચીએ કહ્યું, “ભારત સરકાર ૨ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ હુતી દ્વારા યુએઇ જહાજને કબજે કરવા પર નજીકથી નજર રાખી રહી છે. અમે જહાજનું સંચાલન કરતી કંપનીના સંપર્કમાં છીએ અને તેમને જણાવ્યું છે કે જહાજમાં સવાર ૧૧ લોકોમાંથી ૭ ભારતના છે.

અમને કંપની અને અન્ય સ્ત્રોતો પાસેથી માહિતી મળી છે કે તમામ ભારતીય ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. ભારત સરકાર શક્ય તેટલી વહેલી તકે તેને મુક્ત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. અમે હુતીઓને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા અને તેમને તાત્કાલિક મુક્ત કરવા વિનંતી કરીએ છીએ.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ભારત યમનમાં તાજેતરની લડાઈમાં વધારો થવાથી ચિંતિત છે અને આશા રાખે છે કે તમામ હિતધારકો આ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે વાતચીત કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં સંયુક્ત આરબ અમીરાતના કાયમી પ્રતિનિધિ લાના નુસીબેહે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પત્ર મોકલ્યો છે.

જેમાં તેણે જણાવ્યું છે કે જહાજમાં સવાર ૭ ભારતીયો સિવાય ૫ ક્રૂ મેમ્બર ઈથોપિયા, ઈન્ડોનેશિયા, મ્યાનમાર અને ફિલિપાઈન્સના છે.યુએઈ સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના લશ્કરી જાેડાણનો ભાગ છે. જે યમનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારની પુનઃસ્થાપના માટે હુથી વિદ્રોહીઓ સામે લડી રહી છે. આ સંગઠને યમનના મોટા ભાગ પર કબજાે જમાવ્યો છે.

સાઉદી નેતૃત્વએ જહાજ ને પકડવાની નિંદા કરી છે. નુસીબેહે કહ્યું કે હુથીઓએ “આંતરરાષ્ટ્રીય કાયદાની મૂળભૂત જાેગવાઈઓ” નું ઉલ્લંઘન કર્યું છે. યુએઈના રાજદૂતના જણાવ્યા અનુસાર, રવાબી સાઉદીની એક કંપની દ્વારા લીઝ પર આપવામાં આવેલ ‘સિવિલિયન કાર્ગો શિપ’ છે. તે લાલ સમુદ્રના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં હતું ત્યારે હુતીઓએ તેનો કબજાે લીધો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.