Western Times News

Gujarati News

ઉત્તરાયણ પર્વ પછી કોરોના વકરશે-તો કડક નિયંત્રણો માટે તૈયાર રહેજાે

પ્રતિકાત્મક

રાજય સરકાર “વેઈટ એન્ડ વોચ”ની સ્થિતિમાં

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના – ઓમિક્રોનના કેસ વધતા સતર્ક થઈ ગયેલ રાજય સરકાર દ્વારા એક પછી એક નિયંત્રણોની જાહેરાત થઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં વધુ નિયંત્રણો લાદવામાં આવે તેવી શક્યતા છે.

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે રાજય સરકાર ચાલતી હોય છે તેમ છતાં કોરોનાના સંદર્ભમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે તે નોંધનીય છે જે પ્રમાણે કેસો વધતા જાય છે તે મુજબ નિયંત્રણો આવી રહયા છે. ઉત્તરાયણ પર્વ પછી કોરોનાના કેસ વધે તેવી સ્વાભાવિક સંભાવનાને લક્ષમાં લઈને કેટલાક નિર્ણયો પછી જાહેર થઈ શકે છે

જાેકે અત્યારના તબક્કે તો સરકાર “વેઈટ એન્ડ વોચ”માં છે કેસો નહિ વધે તો નિયંત્રણો કડક બનાવાશે નહિ. પણ હાલમાં જે કેસ આવે છે તેમાં ઉછાળો આવશે તો અસરકારક પગલા લેવા સિવાય છૂટકો રહેશે નહિ. રાજય સરકારે એક પછી એક નિર્ણયો લીધા છે તે આવકારદાયક છે.

દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં કોરોનાના કેસો વધી રહયા છે ત્યારે ગુજરાતમાં કેસો વધતા ચિંતિત રાજય સરકારે નવી ગાઈડલાઈનની જાહેરાત કરી દીધી છે એકંદરે નિયંત્રણો એટલા બધા કડક બનાવ્યા નથી પણ લોકો તહેવારો ઉજવવાના ઉન્માદમાં કોરોનાને ભૂલશે અને કેસો વધેશ

તો કડક નિયંત્રણો માટે નાગરિકોએ તૈયાર રહેવુ પડશે. ઉત્તરાયણ પહેલા બજારોમાં ઉમટતી ભીડ કોરોના ફેલાવવામાં ખતરારૂપ સાબિત થઈ શકે છે તેથી ભીડ નિયંત્રણ માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે તેમ છતાં મકરસંક્રાંતિ પહેલા અમુક બજારોમાં રાત્રે ભારે ગીર્દી જાેવા મળતી હોય છે કોરોનાને અટકાવવા માટે હવે નાગરિકોએ પણ સ્વયંભૂ જાગૃતિ બનાવવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.