Western Times News

Gujarati News

નવી ગાઈડલાઈનને કારણે અમદાવાદમાં ૧પ૦થી વધુ લગ્ન રદ અને ૩પ૦થી વધુ મોકૂફ

(એજન્સી) અમદાવાદ, ૧પ જાન્યુઆરીથી કમુરતાં પુરાં થતાં લગ્નની સીઝન પુરજાેશમાં શરૂ થઈ રહી છે, પરંતુ સરકારે અચાનક જ પલટી મારીને નવી ગાઈડલાઈન જાહેર કરી ૪૦૦ના બદલે માત્ર ૧પ૦ વ્યક્તિને જ આમંત્રણની મંજૂરી આપી છે.
તા.૧પથી રપ જાન્યુઆરી સુધીમાં શહેરમાં પ૦૦થી વધારે લગ્નનું આયોજન થયું હતું,

પરંતુ સરકારની નવી ગાઈડલાઈનના કારણે ૧પ૦ જેટલા લગ્ન રદ થઈ ગયા છે, જે ફરી ક્યારે આયોજિત ને નકકી નથી, જયારે બાકીના મોટાભાગના લગ્ન મોકૂફ રાખવા યજમાનો મજબૂર બન્યા છે. સરકારના નવા નિર્ણયના કારણે યજમાનોને તો ખરું જ, પરંતુ મંડપ, ડેકોરેશન, કેટરર્સ સહિતના બિઝનેસને સાત દિવસમાં જ ૧૦૦ કરોડનું નુકસાન થવાનો અંદાજ છે.

રાજયના તમામ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસ દિન- પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં શરૂ થનાર લગ્ન પ્રસંગના યજમાનો મુંઝવણમાં મુકાયા છે, જેમણે એક વર્ષ પહેલાં લગ્ન યોજવાનું નકકી કરી દીધું હતું તેવા કેટલાય યજમાનોએ લગ્નનું આયોજન યથાવત્‌ રાખ્યું છે અને મહેમાનોની સંખ્યા ઘટાડી દીધી છે.

હાલમાં લગ્ન પ્રસંગમાં ૧પ૦ માણસોની છૂટ છે. જમાનોએ લગ્ન પ્રસંગમાં રસોઈયા, મંડપ અને ડીજે સહિતનું શરતોને આધીન બુકિંગ યથાવત્‌ રાખ્યું છે. તેમણે આવનારા દિવસોમાં ફરી નવી ગાઈડલાઈન આવશે તો બુકિંગ કેન્સલ કરવું પડશે.

એક યજમાને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમારા ઘરે શુભ પ્રસંગ છે, જેની કંકોતરી વહેંચાઈ ગઈ છે. પાર્ટી પ્લોટ પણ બુક થઈ ગયો છે, પરંતુ હાલ કોરોનાના વધતા સંક્રમણના કારણે સ્થિતિ વણસી છે. આવનારા દિવસોમાં હજુ કેસ વધવાની શક્યતા છે, જેથી નાછૂટકે અમારા આયોજનમાં મહેમાનોની સંખ્યા ઘટાડી રહ્યા છે.

કેટલાક યજમાનો કે જેમણે લગ્ન માટે એડ્‌વાન્સ બુકિંગ કરાવી દીધું છે તેમણે લગ્ન યથાવત્‌ રાખતાં પૂર્વે શરત રાખી છે. જાે સરકાર મહેમાનોની સંખ્યા ઓછી કરશે તો ખુરશી, સોફા, ગાદલા-તકિયા અને અન્ય વસ્તુઓમાં કાપ મૂકવો પડશે અને ડિશની સંખ્યા પણ ઘટાડવી પડશે.

લગ્ન સમારંભના યજમાનને મજબૂરીથી માત્ર પરિવાર અને નિકટના મિત્રોને જ આમંત્રણ આપવાનો વારો આવ્યો છે. તા.૧૬ જાન્યુઆરીથી લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે ૪૦૦ મહેમાનોને આમંત્રણ આપી ચૂકેલા યજમાનોને આમંત્રિતોને ફોન કરી ના પાડવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક મહેમાનોને અત્યારથી જ તેમની ટિકિટો કેન્સલ કરાવી દેવા માટે જણાવી રહ્યા છે તો બીજી તરફ મહેમાનો પણ કોરોનાના ડરના કારણે પ્રસંગમાં હાજરી આપવાનું ટાળી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.