Western Times News

Gujarati News

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ AMTSની પ્રશંસનીય કામગીરી

File photo

રૂપાલી બસ ટર્મિનસ ખાતે મુસાફરોને સતત માર્ગદર્શન આપતા કંટ્રોલર

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાની પ્રથમ-દ્વિતીય અને હવે સંભવિત તૃતિય લહેર દરમ્યાન પ્રજાની સેવામાં સતત કાર્યરત એએમટીએસની બસની સેવા ઉત્તમ જાેવા મળી છે. પ્રથમ-દ્વિતીય લહેર વખતે વેક્સિન ડોઝ ઘણાએ લીધા હશે

અને બાકી પણ જાેવા મળ્યા હશે. પરંતુ આ વખતે લગભગ બધા નાગરીકોએ ડોઝ લઈ લીધા છે. લાલ બસમાં જ્યાં જાગૃત કંડકટરો છે તેઓ કોરોના વેક્સિન સર્ટીફિકેટની ચકાસણી પણ કરી રહ્યા છે.

લાલ દરવાજા ટર્મિનસ ખાતે કામગીરી ચાલુ હોવાથી બસો રૂપાલીથી ઉપડી રહી છે. ત્યારે રૂપાલી બસ ટર્મિનસ ખાતે કંટ્રોલ કેબિનમાં કામ કરતા અધિકારી સતત પેસેન્જરોને માર્ગદશર્ન આપતા નજરે પડે છે.

સવારના કામ કરતા એક કંટ્રોલર જેેવી કોઈપણ બસ આવે કે તુરત જ પેસેન્જરોનુૃં ધ્યાન બુમ પાડીને દોરે છે. એટલુ જ નહીં પેસેન્જરોને બસની ખબર ન હોય તો ક્યાં જવુ છે એ પૂછીને જ્યારે બસ આવે ત્યારે તેમનું ધ્યાન પણ દોરતા હોય છે. આ સેવાભાવી કંટ્રોલરની આ પધ્ધતિથી મુસાફરો ખુશ છે.

કોઈપણ વ્યક્તિ આવીને પૂછપરછ કરે તો હસતા મુખે જવાબ આપે છે. મળતાવડા સ્વભાવને કારણે એએમટીએસના કર્મચારીઓમાં પણ લોકપ્રિય થઈગયા છે. ખાસ તો જયારે બસ આવે છે ત્યારે તુરત જ તેઓ બસ સ્ટેન્ડ સુધી પહોંચીને પેસેન્જરોને તેમની બસ આવી ગઈ હોવાનુૃ જણાવે છે.

પરંતુ એએમટીએસના કર્મચારીઓમાં મોટેભાગે માનવતા સાથે ફરજ પ્રત્યેની નિષ્ઠા જાેવા મળે છે. હા, અપવાદ કિસ્સાઓમાં પેસેન્જરોને ખરાબ અનુભવ થયો હશે તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી. પરંતુ ઓવરઓલ એએમટીએસના કર્મચારીઓની કોરોનાકાળમાં કામગીરી પ્રત્યેે પૂર્ણ વફાદારી જાેવા મળી છે.

રૂપાલી બસ સ્ટેન્ડ પાસે સવારે કંટ્રોલ કેબિન સંભાળતા કંટ્રોલર તેનુૃ ઉત્તમ ઉદાહરણ કહી શકાય. બાકી મોટાભાગના લોકો પોતાનુૃં કામ આટોપીને નીકળી જતા જાેવા મળતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.