Western Times News

Gujarati News

ટેક્ષ ખાતામાં ૪૪૦ વોર્ડ ઈન્સપેક્ટર, પ૭ ડિવિઝનલ સુપ્રિટેન્ડેન્ટ ફાળવોઃ ચેરમેન

રેવન્યુ કમિટિના ચેરમેન જેનિક વકીલે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી રજુઆત કરી

(એેજન્સી) અમદાવાદ, રેવન્યુ કમિટિના ચેરમેન ટેક્ષ વિભાગના વોર્ડ ઇન્સપેક્ઢટરો અને ડીવઝનલ સુપ્રિટેન્ડેન્ટ ફાળવવા માટે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો હતો. હાલમાં ૧૪૦ વોર્ડ ઈન્સ્પેક્ટર અને ૩૦ ડીવીઝનલ સુપ્રિટેન્ડેન્ટ ફરજ બજાવે છે.

જાે કે શહેરમાં રર લાખ જેટલી મિલકતોને જાેતા ૪૪૦ જેટલા વોર્ડ ઇન્સ્પેક્ટરો અને પ૭ જેટલા ડીવીઝનલ સુપ્રિેટેન્ડેન્ટની જરૂરીયાત હોઈ તાકીદે સ્ટાફની ફાળવણી કરવા માંગણી કરી હતી. ટેક્ષ ખાતામાં પ હજાર એન્ટ્રી દીઠ એક ઈન્સ્પેક્ટરની જરૂરીયાત હોવાનુૃં પણ રજુઆતમાં જણાવાયુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને પ્રોપર્ટી ટેક્ષ વિભાગના વોર્ડ ઈન્સ્પેક્ટર તથા ડીવીઝનલ સુપ્રિટેન્ડેન્ટ ફાળવવા માંગણી કરી છે. તેમણે પત્રમાં જણાવ્યુ હતુ કે ર૦૦૧-૦રથી નવી કાર્પેટ એરિયા બેઝ પધ્ધતિ મુજબ ટેક્ષ લેવામાં આવે છે.

ર૦૦ર-૦ર માં અંદાજીત ૧ર લાખ જેટલી મિલકતો હતી. ર૦૦૬-૦૭માં ૩૦ ગ્રામ પંચાયત અને ૧૯ નગરપાલિકાનો અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ થયો હતો. આમ, ઉત્તરોત્તર નગરપાલિકા અને ગ્રામ પંચાયતોનો સમાવેશ થવાના કારણે પ લાખ જેટલી મિલકતોનેો વધારો થતાં નવા પશ્ચિમ ઝોનની રચના કરવામાં આવી હતી.

ત્યારબાદ ર૦ર૦-ર૧માં બોપલ-ઘુમા નગરપાલિકા, નાના ચિલોડા તથા કઠવાડા નગરપાલિકાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં સમાવેશ થતા અંદાજીત ૭પ હજાર નવી મિલકતોનો વધારો થયો છે.

આ ઉપરાંત શહેરમાં વખતોવખત થઈ હેલા વિકાસના કારણે મિલકતોની સંખ્યામાં ખુબ જ વધારો થતાૃં હાલ રર લાખ જેટલી મિલકતો થવા પામી છે. રર લાખ જેટલી મિલકતો માટે હાલમાૃં અંદાજીત ૧૪૦ જેટલા વોર્ડ ઈન્સ્પેક્ટરો તેમજ ૩૦ ડીવીઝનલ સુપ્રિટેન્ડેન્ટ ફરજ બજાવી રહ્યા છે.

આમ, એક ઈન્પેક્ટર લગભગ ર થી ૩ વોર્ડમાં ફરજ બજાવતા હોય છે. જેથી અરજદારોની અરજીનો નિકાલ કરવામાં વિલંબ થતો હોય છે. તેમજ બીલ ડીસ્ટ્રીબ્યુશન કરવામાં પણ વિલંબ થવાની શક્યતાઓ છે. અને રીકવરીમાં પણ ખુબ જ અસર થાય છે.

વોર્ડ દીઠ પુરતા કર્મચારીઓ મુકવાથી નાગરીકોના પ્રશ્નો સમયસર નિકાલ થાય તેમજ નાગરીકોને ભોગવવી પડતી હાલાકીમાં ઘટાડો થાય તે હેેતુથી ટેક્ષ ખાતામાં પ હજાર એન્ટ્રી દીઠ એક ઈન્સ્પેકટર મુજબ હાલ૪૪૦ ઈન્સ્પેકટરોની જરૂરીયાત જણાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.