મકરસંક્રાંતિઃ ઉત્તરાયણ, બિહુ, પોષ સંક્રાંતિ, પોંગલ, લોહણીના નામથી પણ ઉજવાય છેે
મકરસંક્રાંતિના અર્થ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ કરવાની ઘટના સાથે જાેડાયેલો છે. જ્યારે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે મકર સંક્રાંતિ મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિ હંમેશા ૧૪ કે ૧૫ જાન્યુઆરીના આવે છે.
સૂર્ય એક વર્ષમાં ૧૨૨ રાશિઓમાં ક્રમશઃ ગોચર કરે છે. તે જે રાશિમાં પ્રવેશે છે.
તેની સંક્રાતિ થાય છે. ૧૪ જાન્યુઆરી-૨૦૨૨ના સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી તેની સંક્રાંતિ હોય છે. જાે કે, આ વર્ષે મકરસંક્રાંતિનું સ્નાન અને દાન ૧૫મી જાન્યુઆરીએ કરવાનું રહેશે. મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને જરૂરતમંદ લોકોને કાળા તલ, તલના લાડુ, ચોખા, શાકભાજી, દાળ, હળદર, ફળ વગેરેનું દાન કરવાની પરંપરા છે.
ઉત્તરાયણઃ ગુજરાતમાં મકર સંક્રાંતિને ઉત્તરાયણ પર્વના નામથી મનાવાય છે. આ અવસરે પતંગો ઉડાડવાનું આયોજન થાય છે. ઉત્તરાયણના દિવસે સ્નાન અને દાન કરવાની પરંપરા છે.
આવો જાણીએ મકરસંક્રાંતિનું પર્વ અને કયા નામથી તે ઓળખાય છે તેમજ તેને મળતા કયા કયા તહેવાર છે, તે જાણીએ.
ખીચડી ઃ મકર સંક્રાંતિને ખીચડીના નામે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં મકરસંક્રાંતિના દિવસે ખીચડી બનાવીને ખાવામાં આવે છે. આ દિવસે ગોરખપુરમાં ગોરખનાથ મંદિરમાં ખીચડી ચડાવવાની પરંપરા છે.
પ્રયાગરાજમાં આ દિવસે માઘ મેળાનું આયોજન થાય છે એટલે મકર સંક્રાંતિને માઘીના નામથી પણ ઓળખાય છે.
પોષ સંક્રાંતિઃ પશ્ચિમ બંગાળમાં મકર સંક્રાંતિને પોષ સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સૂર્યનો મકર રાશિમાં થાય છે તેથી પોષ સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.
અહીં સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ હિન્દુ કેલેન્ડરના પોષ માસમાં થાય છે તેથી પોષ સંક્રાંતિ કહેવાય છે. આ દિવસે સ્નાન પછી કાળા તલ દાનમાં અપાય છે. મકર સંક્રાંતિના વર્ષમાં એક જ દિવસ ગંગાસાગરમાં સ્નાનનું આયોજન હોય છે. અહીં દેશભરમાંથી લોકો આવે છે.
બિહુ ઃ આસામમાં મકરસંક્રાતિના દિવસે બિહુ મનાવાય છે. આ દિવસે લોકો નવી નવી ફસલોની ખુશીમાં ઉત્સવ મનાવે છે અને ઘણાં પ્રકારના વ્યંજનો રસોઈમાં બનાવે છે.
પોષણ ઃ તમિલનાડુમાં મકર સંક્રાંતિની જેમ જ પોંગલ મનાવવામાં આવે છે. આ દિવસે સૂર્ય દેવને ખીરનો ભોગ ધરાવવામાં આવે છે.
લોહડી ઃ પંજાબ, દિલ્હી, હરિયાણા સહિત કેટલીક જગ્યાઓએ મકર સંક્રાંતિના એક દિવસ પહેલા લોહડી મનાવવામાં આવે છે. આ દિવસ નવી ફસલોની ખુશીમાં મનાવાય છે.