Western Times News

Gujarati News

વાણી કપૂર બ્રિલારે હેર ઓઇલની બ્રાન્ડ એમ્બેસેડર બની

~હેર કેર માટે 100 ટકા વેગન, ઝીરો કેમિકલ્સ, તમામ કુદરતી ઉત્પાદનોનો સમન્વય~

~મિલેનિયલ અને જનરેશન ઝેડ વચ્ચે હેર ઓઇલના મહત્વને સ્થાપિત કરવા ડિજિટલ અભિયાન શરૂ કર્યું ~

અમદાવાદ, ઇમામી લિમિટેડનું પીઠબળ ધરાવતી પર્સનલ કેર સ્પેસમાં સૌથી વધુ ઝડપથી અદ્યતન બ્રાન્ડ પૈકીની એક બ્રિલારેએ તેની સંપૂર્ણ નેચરલ હેર ઓઇલ રેન્જ માટે વાણી કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. હેર ઓઇલની સદીઓ જૂની વિભાવનાના મહત્વને ફરીથી સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે #HairOnHigh અભિયાન બ્રિલારેના ઉત્પાદનોનો ઉપયોગ કર્યા પછી નવી અને પ્રતિભાશાળી અભિનેત્રી વાણીના સ્વસ્થ અને મજબૂત વાળને દર્શાવે છે.

પોતાની હેર કેર ઉત્પાદનોની વિજ્ઞાન-આધારિત રેન્જ સાથે બ્રિલારે સમૃદ્ધ સક્રિય ઓલ્સના અસરકારક મિશ્રણ સાથે ઓઇલ શોટ્સની નવીન વિભાવના પૂરી પાડે છે. ઉપરાંત આ રિયલ મહાભૃંગરાજ ઓઇલને સંપૂર્ણ ઓઇલ તરીકે પણ ઓફર કરે છે, જે ઓઇલ શોટ્સ પૂર્ણ કર્યા પછી વાળ ખરવાની, ખોળો અને સૂકાં વાળ સામે લડાઈ આપે છે.

બ્રિલારેના તમામ ઉત્પાદનો 100 ટકા વેગન અને કુદરતી છે, જે અસરકારક, ડેર્મેટોલોજી-ગ્રેડની ક્ષમતા ધરાવે છે. તેઓ પોતાના વાળ અને ત્વચા માટે વાસ્તવિક કુદરતી સમાધાનો મેળવવા આતુર યુવાન, સભાન અને જાગૃત પેઢી માટે ખાસ બનાવ્યાં છે.

બ્રિલારેના ઓઇલ શોટ્સ 100 ટકા સલામત, કોઈ પણ પ્રકારના રસાયણો કે પ્રિઝર્વેટિવ્સ વિના કિંમતી તેલનો અસરકારક સમન્વય છે. આ નવીન ઓઇલ શોટ્સ વાળને મજબૂત કરવા તથા વાળ ખરવા, ખોળા અને સૂકાં વાળ જેવી વાળની સામાન્ય સમસ્યાને 15 દિવસમાં દૂર કરીને જોઈ-અનુભવી શકાય એવા ફરક સાથે કુદરતી રાહતનો અનુભવ પ્રદાન કરવા બનાવ્યાં છે.

બ્રિલારેના સીઇઓ જિગર પટેલે વાણી કપૂર સાથેના જોડાણ પર કહ્યું હતું કે,“બ્રિલારે નવીન ઉત્પાદનો બનાવીને સતત પરિવર્તન થઈ રહી છે, જે ખરેખર કુદરતી ઘટકો સાથે બનેલા છે. અમે ભારતમાં પ્રથમ ઝીરો ડાઇલ્યુશન, સંપૂર્ણપણે કુદરતી બ્રાન્ડ છીએ, જે રસાયણોનો દુરુપયોગ કર્યા વિના ડર્મેટોલોજી ગ્રેડના પરિણામો આપે છે.

#HairOnHigh અભિયાન સાથે અમે તેમને સરળતાપૂર્વક સમજાય અને તેમની જરૂરિયાતો પૂરી કરે એવી ભાષામાં મિલેનિયલ ગ્રાહકો સાથે મજબૂત જોડાણ ઊભું કરશે એવી શક્યતા છે. બ્રાન્ડ આગામી વર્ષમાં ઊંચી વૃદ્ધિની યોજના ધરાવે છે. વાણી કપૂર બ્રાન્ડ્સના વિઝન સાથે પરફેક્ટ છે અ તેનું વ્યક્તિત્વ બ્રિલારેના ઉપભોક્તાઓ પર સકારાત્મક પ્રભાવ પાડશે. તેના પગલે બ્રાન્ડની વિશ્વસનિયતા અને લોકપ્રિયતા બંને વધશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.