Western Times News

Gujarati News

માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ લોન્ચ કર્યુ, વાઈ-ફાઈ સાથેનું અત્યાધુનિક સરફેસ પ્રો એક્સ

નવી દિલ્હી, માઇક્રોસોફ્ટ ઇન્ડિયા આજે રજૂ કરે છે, વાઈ-ફાઈ સાથેનું અત્યાધુનિક સરફેસ પ્રો એક્સ, જેના કોમર્શિયલ ઓથોરાઈઝ્ડ રિસેલર્સ છે, રિયાલન્સ ડિઝીટલ સ્ટોર્સ અને રિયાલન્સડિઝીટલ.ઇન.

વિન્ડોઝ 11ની શ્રેષ્ઠતાની સાથે ડિઝાઈન કરવામાં આવેલું આ નવું મોડેલએ અત્યંત પાતળુ અને સૌથી વ્યાજબીદરનું 13 ઇંચનું સરફેસ ડિવાઈસ છે, જેમાં વૈવિધ્યતાની સાથે કાર્યક્ષમતા અને કનેક્ટિવિટી પણ છે.

“બિલ્ટ-ઇન વાઈ-ફાઈ સાથે નવા સરફેસ પ્રો એક્સના ઉમેરાની સાથે, અમે માઇક્રોસોફ્ટના અમારા પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા માટે અમે ઉત્સાહિત છે. આ નવું મોડેલએ વધુ પાતળું ડિઝાઈનમાં એકદમ આકર્ષક છે, સાથોસાથ તે રો એક્સની સાથે જોડાયેલું છે,

જેમાં એક દિવસ લાંબી ચાલતી બેટરી લાઈફ છે, તેમ છતા તેમાં સૌથી વ્યાજબી એન્ટ્રી કિંમત છે, તેમ છતા તે અમારા ગ્રાહકોને વધુ ફ્લેક્સિબલ વિકલ્પ પૂરો પાડે છે.” એમ ભાસ્કર બાસુ, કન્ટ્રી હેડ- ડિવાઈસીસ (સરફેસ), માઇક્રોસોફ્ટ ઇન્ડિયા જણાવે છે.

ફક્ત 774 ગ્રામના વજનની સાથે, આ સૌથી પાતળું અને હળવું પ્રો ડિવાઈસ છે, જેમાં કસ્ટમ-બિલ્ટ માઇક્રોસોફ્ટ પ્રોસેસર છે, જે ઝડપી 8-કોર પફોર્મન્સ રજૂ કરે છે, એ પણ આખો દિવસ, દરરોજ ડિવાઈસએ એક ઝડપી કનેક્ટિવિટી, લાંબી બેટરી લાઈફ અને અલ્ટ્રા-ક્વાઇટ પફોર્મન્સ ઓફર કરે છે. તેનું બિલ્ટ-ઇન 5.0 એમપી ફ્રન્ટ-ફેસિંગ કેમેરાએ 1080પી એચડી વીડિયોએ લાઇટનિંગ કંડિશન્સમાં ઓટોમેટિક રીતે એડજસ્ટ થઈ જાય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓનબોર્ડ ન્યુરલ એન્જીનથી સમર્થ, તમારા ગેઝને વીડિયો કોલ્સ પર આઇ કોન્ટેક્ટને એડજસ્ટ કરવામાં મદદ કરે છે, જેથી એવું લાગે કે, તમે સીધા કેમેરામાં જોઈ રહ્યા છો.

ડ્યુઅલ ફાર-ફિલ્ડ સ્ટુડિયો માઇક્સ અને ઓપ્ટિમાઇઝ્ડ સ્પીકર્સએ શ્રેષ્ઠ વીડિયો કોલિંગ અનુભવ આપે છે. મલ્ટીટાસ્કર્સ માસ્ટર માટે તૈયાર કરવામાં આવેલા આ ડિવાઈસમાં બે યુએસબી-સી પોર્ટ્સ અને સમર્પિત મેગ્નેટિક સર્ફિલિંક (વધુ યુએસબી-એ સાથે)નો પણ સમાવેશ થાય છે.

સ્કેચિંગથી લઈને બિંજ એડિટિંગ સુધી, તમારા ચહિતા શોને હાઈ રિઝોલ્યુશન 13 ઇંચ પિક્સલસેન્સ™ ટચસ્ક્રીન સાથેનો સંપૂર્ણ ઊંડાણપૂર્વકનો અનુભવએ એક બિલ્ટ-ઇન કિકસ્ટેન્ડની સાથે આવે છે, જે તમારી જરૂરિયાત અનુસાર એડજસ્ટ થઈ શકે છે. મુખ્ય કિબોર્ડ્સમાં તે સુરક્ષિત રીતે સંગ્રહ અને ચાર્જ કરવામાં આવ્યું છે, સરફેસ સ્લીમ પેન ટુએ એક શ્રેષ્ઠ લેખનનો અનુભવ ઓફર કરે છે અને તેમાં ઝીરો-ફોર્સ ઇન્કિંગ છે, જે પેનમાંથી સરળતાથી બહાર આવી અને તુરંત જ સ્ક્રીન પર ફેલાઈ જાય છે.

વિન્ડોઝ 11ની સાથે 64-બિટ ઇમ્યુલેશન બિલ્ટ ઇન, જે તમારી ફિંગરટીપ્સ પર વધુ એપ્લિકેશન્સ આપે છે. માઇક્રોસોફ્ટ ટીમ્સ અને ઓફિસ જેવા એપએ એઆરએમ માટે ઉપયોગી છે, સાથોસાથ એડોબ ફોટોશોપ અને લાઈટરૂમ જેવા એપ પણ છે. કન્ટેક્ટિવી માટે આ શ્રેષ્ઠ પ્રો ડિવાઈસ છે, જેમાં બિલ્ટ-ઇન વાઈ-ફાઈએ સતત તમને જોડાયેલું રાખે છે જેથી તમને ઝડપી, વિશ્વાસનિય અને સતત સ્પીડ મળતી રહે, તો તમે કોઈપણ સ્થળેથી સતત સ્ટ્રીમિંગ, ચેટિંગ કે કોઈપણ અડચણ વગર કામ કરી શકો છો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.