Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના સામે લડવા 70,000 ઓકસીજન બેડ અને 8,000 વેન્ટીલેટરી બેડ

પ્રતિકાત્મક

કોરોના સામેની સતર્કતા અને સજ્જતા માટે આરોગ્યમંત્રી શ્રી એ રજૂ કરેલ રાજ્ય સરકારની તૈયારીઓની વિગત

કોવિડ મહામારી સામે નિયંત્રણ મેળવવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ 14 વિષયો સમાવિષ્ટ તબીબી નિષ્ણાંતોની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં હેલ્થ સર્વીસ મેનેજમેન્ટ સેન્ટર કાર્યરત કરીને દરેક જિલ્લામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ એક્ટિવ કર્યા છે.

આ વિકેન્દ્રીકરણના કારણે રાજ્ય અને જીલ્લાની વચ્ચે કોવિડ સંલ્ગન બાબતો અને આક્સમિક પરિસ્થિતિઓમાં ત્વરીત સંપર્ક સાધી શકાય છે.

રાજ્યમાં કોમ્યુનીટી મેડિસીનનાં નિષ્ણાંત પ્રાધ્યાપકોની એપીડેમિક ઇન્ટેલીજન્સ યુનીટ તૈયાર કરી છે. જે વિશ્વ અને રાષ્ટ્રીય સ્તરે પેન્ડેમીકની અસરો પરનું વિશ્વેલ્ષણ કરીને રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સને કોવિડ સામેની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે માર્ગદર્શન પ્રદાન કરે છે.

*કોરોના રસીકરણ*

અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાની રસીના 9.42 કરોડ ડોઝ આપવામાં આવ્યા.

18 વર્ષથી વધુની વયના 98 ટકા લોકોને પ્રથમ ડોઝ જ્યારે 94.5 ટકા લોકોને બીજો ડોઝ સફળતાપૂર્વક આપવામાં આવ્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના “હર ઘર દસ્તક” અભિયાન અંતર્ગત રાજ્યના 1 કરોડ લોકોને ઘરે ઘરે જઇને રસીકરણના ડોઝ લગાવવામાં આવ્યા છે.

તાજેતરમાં શરૂ થયેલા 15 થી 18 ની વય જૂથના રસીકરણમાં 57 ટકા તરૂણોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.

10 મી જાન્યુઆરી વયસ્કો, કોવિડ અને ફ્ર્ટલાઇન વર્કસ માટે આરંભાયેલા પ્રિકોશન ડોઝના અભિયાનમાં પણ મોટા પ્રમાણમાં લાભાર્થીઓએ ડોઝ લગાવડાવ્યો છે.

*કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ*

રાજ્યમાં હાલ 43 હજાર જેટલા કોવિડ એક્ટિવ કેસ છે. રાજ્યમાં કોવિટ ટેસ્ટીંગમાં અંદાજીત 9.5 ટકા પોઝીટીવીટી રેટ છે.

*ટેસ્ટીંગ*રાજ્યમાં 138 ટેસ્ટીંગ લેબ કાર્યરત કરીને ટેસ્ટીંગ ફેસીલીટીને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. આવનારા સમયમાં 40 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં પણ ટેસ્ટીંગ લેબ કાર્યરત બનશે.

રાજ્યમાં હોમ આઇસોલેશનમાં રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની પણ દરકાર કરીને રાજ્ય સરાકર દ્વારા 600 જેટલા સંજીવની રથ કાર્યરત કરવામાં આવ્યા છે. જે હોમ આઇસોલેશનમાં સારવાર મેળવી રહેલા દર્દીઓના ઘરે ઘરે જઇને સ્વાસ્થ્ય તપાસ કરે છે.

કેન્દ્ર સરકારની ઇ-સંજીવની ટેલીમેડિસીન સેવા અંતર્ગત હોમઆઇસોલેશન અને અન્ય દર્દીઓને ઘરે બેઠા જ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા કાઉન્સેલીંગ અને વાતચીત કરાવવામાં આવે છે.

આ કાઉન્સેલીંગના આધારે તબીબો દ્વારા લખવામાં આવતા ઇ- પ્રીસ્ક્રીપશનની દવાઓને પણ હોમ ડિલીવરીથી ઉપલબ્ધ કરાવવાની દિશામાં સરકાર પ્રયન્શીલ છે.

રાજય સરકારની 1100 ટેલી મેડીસીન હેલ્પ લાઈન અને 104 ફિવર હેલ્પ લાઈન સેવા અંતર્ગત પણ કોરોનાગ્રસ્ત દર્દીઓ અને અન્ય દર્દીઓને કોવીડની જાણકારી, માર્ગદર્શન અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

કોવિડની તમામ આક્સમિક પરિસ્થિતીઓનો સામનો કરવા યુધ્ધના ધોરણે 97,000 થી વધુ કોરોના સારવાર માટે ના અલાયદા બેડ ઉપલબ્ધ થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરાઇ.

જેમાં 70,000 ઓકસીજન બેડ અને 15,000 ક્રીટીકલ બેડ અને 8,000 વેન્ટીલેટરી બેડનો સમાવેશ થાય છે. સાથો સાથ આક્સમિક પરિસ્થિતીઓમાં DRDO ની મદદથી પણ યુધ્ધના ધોરણે હોસ્પિટલ શરૂ કરવા રાજ્યની તૈયારીઓ છે.

ECRP Phase-II ના અંતર્ગત રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેનદ્રમાં ૩૮૪૦ નવા બેડ તૈયાર કરવામાં આવશે. ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં ૮૭૨ પીડીયાટ્રીક બેડ અને ૯૦૦ આઇ.સી.યુ. બેડમાં વધારો થશે.

૯ જિલ્લાઓમાં ૧૦૦ બેડની ક્ષમતા ધરાવતી ૯ બેડ ફીલ્ડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. જિલ્લા સ્તરીય હોસ્પિટલોમાં લીક્વીડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) સ્ટોરેજ ટેન્ક સ્થાપીત કપવામાં આવી છે.

*GERMIS(ગુજરાત એપીડેમીક રિસ્પોન્સ મેનેજ્મેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ-જર્મીસ)*

નાગરિકોને કોવિડ હોસ્પિટલ સહિતના અન્ય સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ખાલી બેડની ઉપલબ્ધતા , નજીકના સ્થળે ડાયગ્નોસ્ટીક ટેસ્ટીંગ ની ઉપલબ્ધતા ની જાણકારી સત્વરે ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત એપીડેમીક રિસ્પોન્સ મેનેજ્મેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ-જર્મીસ (GERMIS) પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.

PM CARESમાંથી રાજ્યસરકારને 5700 મળ્યા છે. PM CARES ના માધ્યમથી 2800 ઓક્સીજન કોન્સન્ટ્રેટર અને 59 પી.એસ.એ.પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ૩૩૫ પી.એસ.એ. પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.આમ રાજ્યમાં કુલ 394 પી.એસ.એ. પ્લાન્ટ કાર્યાન્વિત થયા છે.

*દવાઓ:*

કોરોના સામેની લડતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના હિતાર્થે કેંન્દ્ર સરકાર દ્વારા સુચિત દવાઓનો સ્ટોક પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માસ્ક, પીપીઈ, ગ્લોઝ, સેનીટાઇઝરનું પણ બફર સ્ટોક રાજ્ય સરકારે તૈયાર રાખ્યો છે.

દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે આયુષ દવાઓનો પણ અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.