Western Times News

Gujarati News

RT-PCR નેેગેટીવ હશે, પરંતુ એરપોર્ટ પર રેપીડ ટેસ્ટમાં પોઝીટીવ આવે તો પાછા ફરવું પડશે

પ્રતિકાત્મક

અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશ જતાં મુસાફરોને ભારે હાલાકી-મુસાફરને આર્થિક નુકશાની, સામાજીક પ્રતિષ્ઠા, માનસિક ત્રાસ તથા હાલાકી વેઠવી પડે છે,

ખાનગી લેબમાં જે RTPCRની ફી ૪૦૦થી ૧૦૦૦ જ્યારે એરપોર્ટ પર રર૦૦ ફી લેવાતા મુસાફરોની ઉઘાડી લૂંટની ફરીયાદ

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ ઉપરથી વિદેશ જતા મુસાફરોને કોરોના ટેસ્ટ મામલે ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. જેમાં આરટીપીસી આર ટેસ્ટ નેગેટીવ હોય પરંતુ અહીં એરપોર્ટ પર કરાતા રેપીડ ટેસ્ટમાં મુસાફરોનો રીપોર્ટ પોઝીટીવ આવે તો તેને આર્થિક નુકશાન, સામાજીક પ્રતિષ્ઠા તથા પરેશાની સાથે માનસિક ત્રાસ ભોગવવો પડે છે.

અમદાવાદના શાહઆોલમ વિસ્તાર ના રહીશને દુબઈ જવાનુૃ હોઈ તેમણે ર૪ કલાક પહેલા આરટીપીસીઆર ખાનગી લેબોરેટરીમાં કરાવ્યો હતો. જે નેગેટીવ આવ્યો હતો એ રીપોર્ટ એરપોર્ટ પર રજુ કર્યો હતો.

જ્યારે એરપોર્ટ પર દરેક મુસાફરોનો રેપીડ ટેસ્ટ અલથી કરવામાં આવ છે. જેમાં કેટલાંક મુસાફરોનો આરટીપીસીઆર રીપોર્ટ નેગેટીવ આવ્યો હોય, પરંતુ એરપોર્ટ પર રેપીડ ટેસ્ટ કરાતા પોઝીટીવ આવે છે.

જેમાં શાહઆલમ ના મુસાફરનો રેપીડ ટેસ્ટ રીપોર્ટ પોઝીટીવ આવતા તેમણે હોમ આઈસોલેશન કરાયા હતા. જેથી તેમને દુબઈ જવાનું કેન્સલ થતાં ભાડુ માથે પડ્યુ હતુ. જેથી આર્થિક નુકશાન ભોગવવું પડ્યુ હતુ. સાથે સામાજીક પ્રતિષ્ઠા તથા પરેશાની વેઠવી પડી હતી.

અહીં એક વાત ઉલ્લેખનીય છે કે ખાનગી લેબમાં ૪૦૦, પ૦૦, ૮૦૦, ૧૦૦૦ સુધી આરટીપીસી આર કરવામાં આવે છે. જ્યારે એરપોર્ટ પર રેપીડ ટેસ્ટના નામે એક મુસાફર દીઠ ર૭૦૦ની રકમ લઈ ઉઘાડી લૂૃટ ચલાવવામાં આવે છે.

એક તરફ એરપોર્ટ સતાવાળાઓ ખાનગી લેબનો આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત મંગાવે છે. પરંતુ તેે માન્ય રાખવામાં આવતો નથી. અને ફરજીયાત રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે.

આ દરમ્યાન વિમાન ઉપડવાના ૪ કલાક અગાઉ મુસાફરોને હાજર રહેવા જણાવવામાં આવે છે. તે દરમ્યાન રેપીડ ટેસ્ટ કરવામાં આવતા લાંબી લાંબી લાઈનો લાગે છે ત્યાં સુધી વિમાન ઉપડવાનો પણ સમય થઈ જાય છે. મુસાફરોની માંગ છે કે કોઈ એક જ આરટીપીસીઆરને માન્ય રાખવામાં આવે અને રેડપીડ ટેસટ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી મુસાફરોને લાઈનમાં ઉભા રહીને હાલાકી તથા માનસિક ત્રાસ ભોગવવો ન પડે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.