Western Times News

Gujarati News

WHO બાદ સંયુક્ત રાષ્ટ્રે ભારતને ચેતવણી આપી

નવી દિલ્હી, ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. દરમિયાન WHO બાદ હવે સંયુક્ત રાષ્ટ્રએ ભારતને ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે ભારતમાં આવેલા ડેલ્ટા વેરિયન્ટની લહેરની જેમ ભવિષ્યમાં પણ આવી જ સ્થિતિ ઊભી થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલથી જૂન ૨૦૨૧ વચ્ચે કોરોનાના ડેલ્ટા સ્વરૂપની ઘાતક લહેરમાં ૨,૪૦,૦૦૦ લોકોના મોત થયા હતા.

આ દરમિયાન આર્થિક સુધારણા અવરોધાઈ હતી. યુનાઈટેડ નેશન્સ વર્લ્‌ડ ઈકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્‌સ ૨૦૨૨ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોવિડ-૧૯ના અત્યંત ચેપી ઓમાઈક્રોન સ્વરૂપના ચેપના નવી લહેરને કારણે મૃત્યુઆંક અને આર્થિક નુકસાન ફરી વધવાની આશંકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતમાં ડેલ્ટા વેરિયન્ટના ચેપની ઘાતક લહેરે એપ્રિલ અને જૂન વચ્ચે ૨૪૦,૦૦૦ લોકોનો જીવ લીધો હતો.

આ ઉપરાંત આર્થિક રીતે પણ મોટો ફટકો પડ્યો હતો. નજીકના સમયમાં આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે. યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સના અંડર-સેક્રેટરી-જનરલ લિયુ જેન્મિને જણાવ્યું હતું કે, COVID-19ને નિયંત્રિત કરવા માટે સંકલિત અને ટકાઉ વૈશ્વિક અભિગમ વિના આ રોગચાળો સમાવેશી અને વિકાસ માટે સૌથી મોટું જાેખમ ઊભું કરવાનું ચાલુ રાખશે. કોરોના વાયરસનું ઓમિક્રોન સ્વરૂપ ઝડપથી ડેલ્ટા સ્વરૂપથી આગળ નીકળી રહ્યું છે અને આ સ્વરૂપથી સંક્રમણના કેસો હવે સમગ્ર વિશ્વમાં સામે આવી રહ્યા છે.

WHOના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે એવા પુરાવા છે કે ઓમિક્રોન રોગપ્રતિકારક શક્તિને ટાળી શકે છે, પરંતુ રોગની ગંભીરતા અન્ય સ્વરૂપોની તુલનામાં ઓછી છે.

WHOના ચેપી રોગ રોગચાળાના નિષ્ણાત COVID-19 ટેકનિકલ અગ્રણી મારિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે કેટલાક દેશોમાં ઓમિક્રોનને ડેલ્ટા પર પ્રભુત્વ મેળવવામાં સમય લાગી શકે છે કારણ કે તે તે દેશોમાં ડેલ્ટા સ્વરૂપના ફેલાવાના સ્તર પર ર્નિભર રહેશે.

યુરોપિયન મેડિસિન એજન્સીના વેક્સિન વ્યૂહરચના વડા માર્કો કેવેલેરીએ કહ્યું, ‘કોઈને ખબર નથી કે આપણે કોરોનાના અંતિમ તબક્કામાં ક્યારે હોઈશું. તેમણે કહ્યું કે સામાન્ય વસ્તીમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને ઓમિક્રોનથી ઘણી કુદરતી રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત થશે. અમે ઝડપથી એવી દિશા તરફ આગળ વધી રહ્યા છીએ જે એનડેમિસિટીની નજીક હશે. જાે કે, તે અત્યારે ચરમસીમા પર છે અને આનાથી સાવધાની જરૂરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.